સાઉથ આફ્રિકા સામેની હાર માટે ભારતીય કૅપ્ટન હરમને ફીલ્ડરોને જવાબદાર ગણાવ્યા

23 June, 2026 11:16 AM IST  |  Manchester | Gujarati Mid-day Correspondent

મૅચમાં ૮૧ રનની મૅચવિનિંગ ઇનિંગ્સ રમનાર મારિઝાન કેપના ત્રણ કૅચ છૂટ્યા હતા

ભારતીય કૅપ્ટન હરમનપ્રીત કૌર

વિમેન્સ T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં ભારત સામેનો હમણાં સુધીનો સૌથી મોટો ૧૫૯ રનનો ટાર્ગેટ ચેઝ કરીને સાઉથ આફ્રિકા જીત્યું હતું. આ મૅચમાં ૮૧ રનની મૅચવિનિંગ ઇનિંગ્સ રમનાર મારિઝાન કેપના ત્રણ કૅચ છૂટ્યા હતા. દસમી ઓવરમાં નંદની શર્મા તથા તેરમી અને સત્તરમી ઓવરમાં રાધા યાદવે આ કૅચ છોડ્યા હતા.

વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026ની પહેલી હાર બાદ ભારતીય કૅપ્ટન હરમનપ્રીત કૌરે કહ્યું, ‘અમારી સ્પિનર્સ શ્રી ચરણી અને શફાલી વર્માએ સારી બોલિંગ કરી પરંતુ ફીલ્ડરોએ તેમને સાથ આપ્યો નહીં. આ સ્તર પર ફીલ્ડરોએ આવી તકોનો લાભ લેવો જોઈએ. અમે એ સંદર્ભમાં ભાગ્યશાળી નથી રહ્યા. જોકે અમારી પાસે હજુ બે મૅચ બાકી છે અને આ સમય સકારાત્મક રહેવાનો છે.’

શફાલી વર્માએ કરી આ કમાલ

સાઉથ આફ્રિકા સામેની મૅચમાં શફાલી વર્માએ ભારતની બૅટિંગ અને બોલિંગની શરૂઆત કરી હતી. તે વિમેન્સ T20 વર્લ્ડ કપમાં બૅટિંગ અને બોલિંગનું ઓપનિંગ કરનાર તે પહેલી ભારતીય બની છે.

સ્પિનર શ્રી ચરણી પાસે ઇતિહાસ રચવાની તક

વિમેન્સ T20 વર્લ્ડ કપની અડધી આવૃત્તિમાં જ ભારતીય સ્પિનર શ્રી ચરણીએ ૩ મૅચમાં ૧૦ વિકેટ લીધી છે. તેણે ભારત માટે એક વિમેન્સ T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ ૧૦ વિકેટ લેવાના ભૂતપૂર્વ સ્પિનર પૂનમ યાદવના ૨૦૨૦ના રેકૉર્ડની બરાબરી કરી છે. વધુ એક વિકેટ લઈને શ્રી ચરણી પોતાના પહેલા જ T20 વર્લ્ડ કપમાં મોટી સિદ્ધિ મેળવશે. 

ગ્રુપ Aમાં કોણ કેટલા પાણીમાં?

ટીમ

મૅચ

જીત

હાર

પૉઇન્ટ

નેટ રનરેટ

ઑસ્ટ્રેલિયા

+૪.૩૯૧

ભારત

+૨.૫૧૧

સાઉથ આફ્રિકા

-૦.૫૪૬

બંગલાદેશ

-૦.૬૪૧

પાકિસ્તાન

-૧.૮૫૭

નેધરલૅન્ડ્સ

-૩.૩૮૪

 

ગ્રુપ Bમાં કોણ કેટલા પાણીમાં?

ટીમ

મૅચ

જીત

હાર

પૉઇન્ટ

નેટ રનરેટ

ઇંગ્લૅન્ડ

+૨.૪૯૦

વેસ્ટ ઇન્ડીઝ

+૦.૬૪૪

ન્યુ ઝીલૅન્ડ

-૦.૦૬૩

સ્કૉટલૅન્ડ

-૦.૦૮૩

શ્રીલંકા

-૧.૯૧૩

આયરલૅન્ડ

-૧.૦૫૪

 

womens world cup t20 world cup international cricket council india indian womens cricket team south africa harmanpreet kaur cricket news sports sports news