13 June, 2026 06:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આયરલૅન્ડની કૅપ્ટન ગૅબી લુઇસ
સ્કૉટલૅન્ડ VS આયરલૅન્ડ : બપોરે ૩ વાગ્યે, મૅન્ચેસ્ટર
વિમેન્સ T20 વર્લ્ડ કપની બીજી મૅચ આજે સ્કૉટલૅન્ડ અને આયરલૅન્ડ વચ્ચે રમાશે. બન્ને ટીમ T20 વર્લ્ડ કપમાં પોતાની પહેલી જીતની શોધમાં છે. ચાર વર્લ્ડ કપ રમનાર આયરલૅન્ડ ૧૭ મૅચમાં અને ૨૦૨૪નો વર્લ્ડ કપ રમનાર સ્કૉટલૅન્ડ ૪ મૅચમાં રમીને હાર્યું છે. બન્ને વચ્ચેની ૧૫ T20 મૅચમાંથી આયરલૅન્ડ ૯ મૅચ અને સ્કૉટલૅન્ડ ૬ મૅચ જીત્યું છે.
ઑસ્ટ્રેલિયા VS સાઉથ આફ્રિકા : સાંજે ૭ વાગ્યે, મૅન્ચેસ્ટર
ટુર્નામેન્ટની સૌથી સફળ ટીમ ઑસ્ટ્રેલિયા અને છેલ્લા બે વર્લ્ડ કપની રનરઅપ ટીમ સાઉથ આફ્રિકા આજે પોતાના અભિયાનની શરૂઆત કરશે. બન્ને ટીમ વચ્ચે ૨૨ T20 મૅચ રમાઈ છે એમાંથી ઑસ્ટ્રેલિયા ૧૪ મૅચ અને સાઉથ આફ્રિકા ૩ મૅચ જીત્યું છે. એક મૅચ ટાઇ અને ચાર મૅચ નો-રિઝલ્ટ રહી હતી.
બન્ને ટીમ વચ્ચે ૬ T20 વર્લ્ડ કપ મૅચ રમાઈ છે અને તમામમાં ઑસ્ટ્રેલિયાની જીત થઈ છે. ટુર્નામેન્ટમાં ઑસ્ટ્રેલિયા ૪૯ મૅચમાંથી ૩૯ અને સાઉથ આફ્રિકા ૩૯ મૅચમાંથી ૧૮ મૅચ જીત્યું છે.
વેસ્ટ ઇન્ડીઝ VS ન્યુ ઝીલૅન્ડ : રાતે ૧૧ વાગ્યે, સાઉધમ્પ્ટન
ડિફેન્ડિંગ ચૅમ્પિયન ન્યુ ઝીલૅન્ડ આજે ૨૦૧૬ની ચૅમ્પિયન ટીમ વેસ્ટ ઇન્ડીઝ સામે ટકરાશે. બન્ને ટીમ વચ્ચે રમાયેલી ૨૪ T20 મૅચમાંથી કિવી ટીમ ૧૮ મૅચ અને કૅરિબિયન ટીમ પાંચ મૅચ જીતી છે.
વર્લ્ડ કપમાં થયેલી ૬ ટક્કરમાંથી કિવી ટીમ આ હરીફ સામે માત્ર બે મૅચ હારી છે અને ચાર મૅચ જીતી છે. ટુર્નામેન્ટમાં વેસ્ટ ઇન્ડીઝ ૩૯ મૅચમાંથી ૨૩ અને ન્યુ ઝીલૅન્ડ ૪૨ મૅચમાંથી ૨૯ મૅચ જીત્યું છે.