12 March, 2025 06:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
WPL 2025ની અંતિમ ગ્રુપ-સ્ટેજ મૅચ આજે મુંબઈ-બૅન્ગલોર વચ્ચે રમાશે
ભારતીય કૅપ્ટન હરમનપ્રીત કૌર અને વાઇસ-કૅપ્ટન સ્મૃતિ માન્ધનાની ટક્કર સાથે આજે વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)નો ગ્રુપ-સ્ટેજ રાઉન્ડ સમાપ્ત થશે. કૅપ્ટન સ્મૃતિની ટીમ રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે, પણ પૉઇન્ટ્સ-ટેબલમાં ચોથા ક્રમે પહોંચી સન્માનજનક રીતે અભિયાન સમાપ્ત કરવાનો પ્રયાસ કરશે. જ્યારે કૅપ્ટન હરમનપ્રીતની ટીમ મુંબઈ ઇન્ડિયન્સ ફાઇનલિસ્ટ તરીકે નંબર વનના સ્થાન પર પોતાની મજબૂત દાવેદારી નોંધાવવાનો પ્રયાસ કરશે. બન્ને ટીમ વચ્ચે છ મૅચ રમાઈ છે જેમાંથી મુંબઈ ચાર મૅચ અને બૅન્ગલોર બે મૅચમાં વિજેતા રહ્યું છે.