21 November, 2026 09:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
માહેલા જયવર્દન
શ્રીલંકાના ભૂતપૂર્વ કૅપ્ટન માહેલા જયવર્દનેની આગામી વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) સીઝન માટે દિલ્હી કૅપિટલ્સના ડિરેક્ટર ઑફ ક્રિકેટ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ વર્ષે ઑક્ટોબરમાં ૪૯ વર્ષના માહેલા જયવર્દનેએ મુંબઈ ઇન્ડિયન્સના મુખ્ય કોચપદેથી રાજીનામું આપ્યું હતું.
દિલ્હી કૅપિટલ્સની ટીમ WPLની ચારેય સીઝનમાં રનરઅપ રહી છે. મેગ લૅનિંગની આગેવાનીમાં ટીમ પહેલી ત્રણેય સીઝનમાં ટેબલટૉપર રહી હતી. છેલ્લી સીઝનમાં જેમિમા રૉડ્રિગ્સની આગેવાનીમાં પાંચ ટીમો વચ્ચે આ ટીમ ત્રીજા ક્રમે રહી હતી.
માહેલા જયવર્દને અગાઉ ૨૦૧૨ અને ૨૦૧૩ની ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની સીઝન દરમ્યાન દિલ્હી કૅપિટલ્સ માટે રમી ચૂક્યો છે. તેણે અગાઉ દિલ્હી કૅપિટલ્સ, કિંગ્લ ઇલેવન પંજાબ અને કોચી ટકર્સ કેરલા માટે કૅપ્ટન્સી પણ કરી હતી.