28 July, 2026 11:08 AM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
યશ દયાલ
ઝડપી બોલર યશ દયાલ ૭ વર્ષ સુધી ડોમેસ્ટિક ક્રિકેટમાં ઉત્તર પ્રદેશનું પ્રતિનિધિત્વ કર્યા પછી ટીમ છોડી દેશે. આગામી સીઝનમાં યશ દયાલ ઉત્તર પ્રદેશના પાડોશી રાજ્ય છત્તીસગઢ માટે રમશે.
ઉત્તર પ્રદેશ ક્રિકેટ અસોસિએશન તરફથી નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મેળવ્યા પછી યશ દયાલ આગામી ૨૦૨૬-’૨૭ ડોમેસ્ટિક સીઝનમાં ગેસ્ટ તરીકે છત્તીસગઢનું પ્રતિનિધિત્વ કરશે. ભારતીય ક્રિકેટ બોર્ડ દરેક અસોસિએશનને પ્રતિ સીઝનમાં વધુમાં વધુ ત્રણ ગેસ્ટ પ્લેયર્સનો સમાવેશ કરવાની મંજૂરી આપે છે.
આ નિયમ સ્થાનિક ખેલાડીઓને પૂરતી તકો મળે એ સુનિશ્ચિત કરે છે. જ્યારે ટીમોને જરૂર પડે ત્યારે અનુભવ અથવા વિશેષ કુશળતા ધરાવતા ખેલાડીઓનો સમાવેશ કરવાનો વિકલ્પ પણ આપે છે. આ સિસ્ટમ સ્થાનિક ક્રિકેટમાં સ્પર્ધા અને સંતુલન જાળવવા માટે બનાવવામાં આવી છે.
ગયા વર્ષે જાતીય શોષણ સહિતના કેસમાં ફસાયા બાદ યશ દયાલ યુપી પ્રીમિયર T20 લીગ અને IPL 2026માં રમી શક્યો નહોતો.