યશ રાઠોડની ૧૯૪ રનની ઇનિંગ્સની મદદથી સેન્ટ્રલ ઝોનનો સ્કોર ૫૦૦ રનને પાર

14 September, 2025 10:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બૅન્ગલોરમાં આયોજિત દુલીપ ટ્રોફી 2025ની ફાઇનલમાં સેન્ટ્રલ ઝોને પહેલી ઇનિંગ્સમાં ૫૦૦ રનનો આંકડો પાર કરીને મોટી લીડ મેળવી છે

નાગપુરના પચીસ વર્ષના યશ રાઠોડે ૧૯૪ રન સાથે કરીઅરનો સર્વોચ્ચ ફર્સ્ટ ક્લાસ સ્કોર નોંધાવ્યો હતો.

બૅન્ગલોરમાં આયોજિત દુલીપ ટ્રોફી 2025ની ફાઇનલમાં સેન્ટ્રલ ઝોને પહેલી ઇનિંગ્સમાં ૫૦૦ રનનો આંકડો પાર કરીને મોટી લીડ મેળવી છે. સેન્ટ્રલ ઝોને યશ રાઠોડના સર્વોચ્ચ ફર્સ્ટ ક્લાસ સ્કોર ૧૯૪ રનની મદદથી પહેલી ઇનિંગ્સમાં ૧૪૫.૧ ઓવરમાં ૫૧૧ રનના સ્કોર પર તમામ વિકેટ ગુમાવી હતી. પહેલી ઇનિંગ્સમાં સાઉથ ઝોને ૧૪૯ રન કર્યા હોવાથી સેન્ટ્રલ ઝોનને ૩૬૨ રનની વિશાળ લીડ મળી હતી. ફાઇનલ મૅચના ત્રીજા દિવસે સાઉથ ઝોને બીજી ઇનિંગ્સમાં ૩૩ ઓવરમાં બે વિકેટે ૧૨૯ રન કર્યા હતા. હવે તેઓ મૅચમાં ૨૩૩ રનથી પાછળ છે.

sports news sports duleep trophy indian cricket team cricket news bengaluru