યશસ્વી જાયસવાલ અને શફાલી વર્માને NADAની નોટિસ

10 May, 2026 08:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતનાં સ્ટાર ક્રિકેટરો યશસ્વી જાયસવાલ અને શફાલી વર્મા મુશ્કેલીમાં મુકાઈ શકે છે. નૅશનલ ઍન્ટી-ડોપિંગ એજન્સી (NADA)એ આ બન્ને ખેલાડીઓને નોટિસ ફટકારી છે.

યશસ્વી જાયસવાલ અને શફાલી વર્મા

ભારતનાં સ્ટાર ક્રિકેટરો યશસ્વી જાયસવાલ અને શફાલી વર્મા મુશ્કેલીમાં મુકાઈ શકે છે. નૅશનલ ઍન્ટી-ડોપિંગ એજન્સી (NADA)એ આ બન્ને ખેલાડીઓને નોટિસ ફટકારી છે.

અહેવાલ‍ અનુસાર જાયસવાલની ડોપ-ટેસ્ટ ગયા વર્ષે ૧૭ ડિસેમ્બરે અને શફાલીની ૭ નવેમ્બરે નિર્ધારિત હતી. જોકે ડોપિંગ ઑફિસર નિર્ધારિત સ્થળ પર પહોંચ્યા ત્યારે બન્ને ખેલાડીઓ ત્યાં હાજર નહોતાં. આ ઘટના બાદ NADAએ ફેબ્રુઆરીમાં બન્નેને આ અંગે સ્પષ્ટીકરણની નોટિસ મોકલી હતી, પરંતુ બન્ને તરફથી કોઈ જવાબ ન મળતાં એજન્સીએ તેમના નામે પ્રથમ ‘મિસ્ડ- ટેસ્ટ’ના ગુનાસર નોટિસ ફટકારી છે.

જે ખેલાડીઓ એજન્સીના રજિસ્ટર્ડ ટેસ્ટિંગ પૂલ (RTP)માં સામેલ હોય તેમણે એજન્સીને અગાઉથી જાણ કરવાની હોય છે કે તેઓ કયા સમયે અને કઈ જગ્યાએ ડોપ-ટેસ્ટ માટે ઉપલબ્ધ રહેશે. જો તેઓ ત્રણ વાર ટેસ્ટ મિસ કરે તો નિયમોનું ઉલ્લંઘન ગણીને કાર્યવાહી કરવામાં આવે છે અને તેમને સસ્પેન્ડ પણ કરવામાં આવી શકે છે.

yashasvi jaiswal anti narcotics cell cricket news sports news sports