30 December, 2025 12:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
૨૮ ડિસેમ્બરે ભારતીય ઓપનર યશસ્વી જાયસવાલ ૨૪ વર્ષનો થયો હતો. તેણે નાગપુરમાં રાજસ્થાન રૉયલ્સના હેડક્વાૅર્ટર ખાતે હાઈ પર્ફોર્મન્સ સેન્ટરમાં ઊજવ્યો હતો. તેણે મમ્મી-પપ્પાની હાજરીમાં કેક પરની મીણબત્તીના સ્થાને દીવો પ્રગટાવ્યો અને પછી કેક કાપીને પ્રિયજનો સાથે વર્ષગાંઠની ઉજવણી કરી હતી.
હાઈ પર્ફોર્મન્સ સેન્ટરમાં ટ્રેઇનિંગ લઈ રહેલા યંગ ક્રિકેટર્સ સાથે પણ તેણે વર્ષગાંઠની ખુશી શૅર કરી હતી. તેણે તમામ યંગ ક્રિકેટર્સને લાડુ સહિતની મીઠાઈઓ આપી હતી.