07 July, 2025 10:29 AM IST | London | Gujarati Mid-day Correspondent
યશસ્વી જાયસવાલે દૃષ્ટિહીન ક્રિકેટ-ફૅનને ઑટોગ્રાફ કરેલું બૅટ ગિફ્ટ કર્યું
ભારતીય ક્રિકેટ બોર્ડે હાલમાં ઓપનર યશસ્વી જાયસવાલના એક સ્પેશ્યલ ફૅનનો વિડિયો શૅર કર્યો છે જેમાં એજબૅસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડમાં યશસ્વી પોતાના ૧૨ વર્ષના ક્રિકેટ-ફૅન રવિને મળ્યો હતો જે જન્મથી દૃષ્ટિહીન છે છતાં ક્રિકેટનો મોટો ચાહક છે. યશસ્વીએ તેની સાથે વાતચીત કરીને તેને પોતાનું ઑટોગ્રાફ કરેલું બૅટ ગિફ્ટ કર્યું હતું. બિગ ક્રિકેટ-ફૅન રવિને ઇંગ્લૅન્ડના અનુભવી બૅટર જો રૂટ તરફથી ગ્લવ્ઝ પણ ભેટમાં મળ્યાં હતાં.