✕

વિમેન્સ બિગ બૅશ લીગ 2026માં ભારત તરફથી એકમાત્ર યાસ્તિકા ભાટિયા રમશે

29 October, 2026 09:20 AM IST  |  Baroda | Gujarati Mid-day Correspondent

આજે ૨૯ ઑક્ટોબરથી પાંચ ડિસેમ્બર સુધી વિમેન્સ બિગ બૅશ લીગ 2026 રમાશે. ઑસ્ટ્રેલિયાની આ લીગની ૧૨મી સીઝનમાં એકમાત્ર ભારતીય તરીકે બરોડાની પચીસ વર્ષની વિકેટકીપર-બૅટર યાસ્તિકા ભાટિયા રમતી જોવા મળશે.

યાસ્તિકા ભાટિયા

આજે ૨૯ ઑક્ટોબરથી પાંચ ડિસેમ્બર સુધી વિમેન્સ બિગ બૅશ લીગ 2026 રમાશે. ઑસ્ટ્રેલિયાની આ લીગની ૧૨મી સીઝનમાં એકમાત્ર ભારતીય તરીકે બરોડાની પચીસ વર્ષની વિકેટકીપર-બૅટર યાસ્તિકા ભાટિયા રમતી જોવા મળશે. 

યાસ્તિકા ભાટિયાને બ્રિસબેન હીટ ટીમે ઇન્જર્ડ જેસ જોનસનના રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં સામેલ કરી છે. ૨૦૨૪-’૨૫ની સીઝનમાં પહેલી વખત મેલબર્ન સ્ટાર્સ તરફથી યાસ્તિકા ભાટિયાએ આ લીગમાં ભાગ લીધો હતો. તેણે એ સમયે ૬ મૅચમાં ૧૦૪.૭૬ના સ્ટ્રાઇક-રેટથી ૧૫૪ રન કર્યા હતા.  

indian womens cricket team team india indian cricket team baroda australia sports news sports cricket news