30 June, 2025 11:19 AM IST | London | Gujarati Mid-day Correspondent
યુવરાજ સિંહ અને ક્રિસ ગેઇલ
ભૂતપૂર્વ ભારતીય ઑલરાઉન્ડર યુવરાજ સિંહ અને વેસ્ટ ઇન્ડીઝનો ઑલરાઉન્ડર ક્રિસ ગેઇલ હાલમાં એકસાથે ઇંગ્લૅન્ડના લંડનમાં આઇકૉનિક લૉર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં જોવા મળ્યા હતા. ટેસ્ટ-જર્સીમાં અન્ય પ્લેયર્સ સાથે પ્રૅક્ટિસ કરતા આ બન્ને પ્લેયર્સ કોઈ પ્રમોશનલ ઇવેન્ટ માટે લૉર્ડ્સ પહોંચ્યા હોય એવું અનુમાન છે. બન્ને શાનદાર ઑલરાઉન્ડર્સે શૅર કરેલા ફોટોમાં તેઓ મજાક-મશ્કરી કરતા જોવા મળ્યા હતા.