✕

વન-ડે ટીમમાં એન્ટ્રી ન આપીને તમે અભિષેક, ઈશાન અને વૈભવની પ્રતિભા સાથે ન્યાય નથી કરી રહ્યા : યુવરાજ સિંહ

02 November, 2026 02:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતીય મેન્સ ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરને ટીમ-સિલેક્શનના કેટલાક નિર્ણયોને કારણે સતત પ્રશ્નોનો સામનો કરવો પડ્યો છે.

અભિષેક શર્મા અને ઈશાન કિશન

ભારતના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર યુવરાજ સિંહે T20 ટીમના યંગ પ્લેયર્સ માટે મોટું નિવેદન આપ્યું છે. યુવરાજ સિંહ કહે છે, ‘જો આપણે ઈશાન કિશન, અભિષેક શર્મા અને વૈભવ સૂર્યવંશી જેવા પ્લેયર્સને ૫૦ ઓવરના ક્રિકેટ માટે પસંદ નથી કરતા તો એક રીતે આપણે તેમની પ્રતિભા સાથે ન્યાય નથી કરી રહ્યા.’ 
યુવરાજ સિંહ વધુમાં કહે છે, ‘હું સમજું છું કે આપણી પાસે કેટલાક ઉત્તમ ખેલાડીઓ છે અને અન્ય લોકો માટે જગ્યા બનાવવી મુશ્કેલ હોઈ શકે છે. આ યુવા બૅટ્સમેનો જે રીતે પ્રદર્શન કરી રહ્યા છે એ જોતાં મને આશા છે કે તેઓ ટૂંક સમયમાં ટીમનો ભાગ બનશે. અભિષેકે જે કંઈ પણ હાંસલ કર્યું છે એ તેની સખત મહેનતનું પરિણામ છે અને એના માટે તે સંપૂર્ણ શ્રેયને પાત્ર છે.’

વૈભવ સૂર્યવંશીને સતત બેન્ચ પર બેસાડવા વિશેની ચર્ચામાં ગૌતમ ગંભીરનો કડક જવાબ : મારું કામ બધાને ખુશ કરવાનું નથી

ભારતીય મેન્સ ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરને ટીમ-સિલેક્શનના કેટલાક નિર્ણયોને કારણે સતત પ્રશ્નોનો સામનો કરવો પડ્યો છે. ૧૫ વર્ષનો વૈભવ સૂર્યવંશી સારા ફૉર્મમાં હોવા છતાં તેને સતત ટીમમાં સ્થાન નથી મળી રહ્યું એ વિશેની ચર્ચામાં ગૌતમ ગંભીરે કડક જવાબ આપ્યો છે. ૪૫ વર્ષનો ગૌતમ ગંભીર કહે છે, ‘મારું કામ દરેકને ખુશ કરવાનું નથી. મારું કામ સાચા નિર્ણયો લેવાનું છે, એવા નિર્ણયો નહીં જે ફક્ત લોકોને પ્રિય હોય. આજના વિશ્વમાં સોશ્યલ મીડિયા અને બહાર ચાલી રહેલી બધી ચર્ચાઓ સાથે લોકપ્રિય નિર્ણય લેવાનું ખૂબ જ સરળ છે, પરંતુ મારા માટે સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે યોગ્ય નિર્ણય લેવો અને ખાતરી કરવી કે પ્લેયર્સ ડ્રેસિંગ રૂમમાં સંપૂર્ણ આત્મવિશ્વાસ, સુરક્ષા અનુભવે.’

વૈભવને કેટલી તક મળી છે?

T20 સ્ક્વૉડમાં વૈભવ સૂર્યવંશીને એન્ટ્રી મળી પછી ટીમ ઇન્ડિયાએ ૨૬ જેટલી T20 મૅચ રમી છે. જોકે વૈભવ સૂર્યવંશીને માત્ર ૧૦ મૅચ રમવાની તક મળી છે. વૈભવ સૂર્યવંશીએ ન્યુ ઝીલૅન્ડ સામેની ત્રીજી મૅચમાં ૧૯ બૉલમાં ૨૩૬.૮૪ના સ્ટ્રાઇક-રેટથી ૪૫ રન ફટકાર્યા હતા.

vaibhav sooryavanshi abhishek sharma ishan kishan one day international odi yuvraj singh gautam gambhir indian cricket team sports news sports cricket news