26 August, 2025 07:00 AM IST | Canada | Gujarati Mid-day Correspondent
જર્મનીના ફુટબૉલર થૉમસ મુલર સાથે યુવરાજ સિંહ.
ભૂતપૂર્વ ભારતીય ઑલરાઉન્ડર યુવરાજ સિંહે કૅનેડા સુપર 60 લીગની ટ્રોફી લૉન્ચ કરી છે. યુવી આ ટુર્નામેન્ટના નેતૃત્વ જૂથનો ભાગ છે જેની પહેલી સીઝન આગામી આઠથી ૧૩ ઑક્ટોબર દરમ્યાન કૅનેડાના બી. સી. પ્લેસ સ્ટેડિયમ ખાતે રમાવાની છે. આ સ્ટેડિયમની યુનિક વાત એ છે કે એના પર રૂફટૉપ છે એટલે કે કૅનેડા સુપર 60 લીગ ઇન્ડોર સ્ટેડિયમમાં રમાનારી પહેલી ક્રિકેટ લીગ બનશે. યુવી ટ્રોફી સાથે આ સ્ટેડિયમમાં પણ પહોંચ્યો હતો જ્યાં તેણે એક ફુટબૉલ મૅચ દરમ્યાન જર્મનીના ફુટબૉલર થૉમસ મુલર સાથે મુલાકાત કરી હતી.