03 October, 2026 03:16 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
વર્લ્ડ ચૅમ્પિયનશિપ ઑફ લેજન્ડ્સ
યુનાઇટેડ આરબ એમિરેટ્સમાં આજથી વર્લ્ડ ચૅમ્પિયનશિપ ઑફ લેજન્ડ્સની ત્રીજી સીઝન શરૂ થશે. આ સીઝન આજથી ૧૮ ઑક્ટોબર વચ્ચે રમાશે. પહેલી સીઝનમાં ઇન્ડિયા ચૅમ્પિયન્સે અને બીજી સીઝનમાં સાઉથ આફ્રિકા ચૅમ્પિયન્સે ટાઇટલ જીત્યું હતું.
ઇન્ડિયા ચૅમ્પિયન્સ માટે યુવરાજ સિંહની આગેવાનીમાં પઠાન બ્રધર્સ, હરભજન સિંહ અને ધવલ કુલકર્ણી જેવા ભૂતપૂર્વ સ્ટાર્સ રમતા જોવા મળશે. ક્રિસ ગેઇલ વેસ્ટ ઇન્ડીઝ, ડેવિડ વૉર્નર ઑસ્ટ્રેલિયા, એ.બી. ડિવિલિયર્સ સાઉથ આફ્રિકા, મોઈન અલી ઇંગ્લૅન્ડ, મોહમ્મદુલ્લાહ રિયાદ બંગલાદેશ અને શાહિદ આફ્રિદી પાકિસ્તાનની ટીમની કમાન સંભાળશે.
આજે ભારત-ઑસ્ટ્રેલિયાની ટક્કરથી ટુર્નામેન્ટની શરૂઆત થશે. ભારત ૪ ઑક્ટોબરે ઇંગ્લૅન્ડ, ૬ ઑક્ટોબરે સાઉથ આફ્રિકા, ૧૦ ઑક્ટોબરે પાકિસ્તાન, ૧૧ ઑક્ટોબરે બંગલાદેશ અને ૧૩ ઑક્ટોબરે વેસ્ટ ઇન્ડીઝ સામે ટકરાશે.