જ્યારે યુવરાજે `લાઇગર` સામે કરી રસાકસી, વીડિયોમાં જુઓ સિક્સર કિંગનો હાલ

04 October, 2021 04:53 PM IST  |  Dubai | Gujarati Mid-day Online Correspondent

યુવરાજ સિંહે તાજેતરમાં જ દુબઈ ફેમ પાર્કનો એક વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. આમાં તે `લાઈગર` સામે પોતાનો જોર અજમાવતો જોવા મળે છે. તેનો આ મિનિટથી પણ મોટો વીડિયો ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે.

યુવરાજ સિંહ

યુવરાજ સિંહે (Yuvraj Singh) ભલે ક્રિકેટમાંથી (Cricket) સંન્યાસ લીધો હોય પણ તેની લોકપ્રિયતા (Popularity) સહેજ પણ ઓછી થઈ નથી. આજે પણ લોકો તેની જબરજસ્ત બેટિંગને યાદ કરે છે. યુવરાજે પણ પોતાના ચાહકોને નિરાશ કર્યા નથી અને જ્યારે પણ તક મળે છે તો તે પોતાના ચાહકો સાથે જોડાવાનો પ્રયત્ન કરે છે. ખાસ કરીને સોશિયલ મીડિયા (Social Media) પર ચાહકોનું મનોરંજન કરવા માટે તે રસપ્રદ વીડિયોઝ  (Video) શૅર કરતો હોય છે. આવો જ એક વીડિયો તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે. આમાં ક્રિકેટનો ટાઇગર (Tiger Of Cricket), પિંજરામાં બંધ રહેલા `લાઇગર` (Liger) સામે પોતાનો જોર અજમાવી રહ્યો છે. આ વીડિયો દુબઈના ફેમ પાર્કનો (Fame Park of Dubai) છે.

આ વીડિયોમાં યુવરાજ લાઇગર (વાઘ) `ટગ ઑફ વૉર` (Tug Of War) એટલે કે રસાકસી કરતો દેખાય છે. એક તરફ વાઘના મોંમા રસ્સી છે તો રસ્સીનો બીજો છેડો યુવરાજના બન્ને હાથમાં છે. બન્ને તરફથી જોર લગાડવામાં આવી રહ્યું છે. પણ હવે જંગલના રાજાની આગળ કોણ ટકી શકે. ખૂબ જ મહેનત બાત ક્રિકેટના ટાઇગરે પરાજય સ્વીકારી અને રસ્સી છોડી દીધી. યુવરાજ ભલે આ લડાઈમાં હારી ગયો હોય પણ તેના ચાહકોને તેનાથી કોઈ ફેર પડ્યો નથી અને તે આ વીડિયો ખૂબ જ લાઈક કરી રહ્યા છે.

હકીકતે, લાઈગર નર સિંહ અને માદા વાઘણના મિલનથી જન્મે છે. આથી તેને લાઈગર કહેવામાં આવે છે.

યુવરાજે શૅર કર્યો લાઈગર સાથેની પોતાની લડાઈનો વીડિયો
યુવરાજે આ વીડિયોની સાથે રસપ્રદ કૅપ્શન પણ લખ્યું છે કે `Tiger VS liger`. જો કે, પરિણામ આપણને બધાને જ ખબર છે. પોતાના ભય પર કાબૂ મેળવવાનો આ સુંદર અનુભવ હતો. તે પણ જંગલની વાસ્તવિક પ્રકૃતિની વચ્ચે. યુવરાજ હાલ યૂએઇમાં છે અને તે દુબઇના ફેમ પાર્કમાં ફરવા ગયો હતો અને અહીંથી તેણે પોતાનો 4 મિનિટથી પણ મોટો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો. આ વીડિયોમાં તે ક્યારેક લાઈગર સામે લડતો તો ક્યારેક ભાલૂ, વાંદરા જેવા પ્રાણીઓને ખવડાવતો જોવા મળ્યો. તેનો આ વીડિયો લાખો લોકો સુધી પહોંચી ગયો છે.

પ્રાણીઓને સુરક્ષિત રાખવામાં આવે છે- યુવરાજ
તેણે આગળ લખ્યું છે કે ફેમ પાર્ક એક સુરક્ષિત આશ્રય સ્થળ છે, જ્યાં બધા પ્રાણીઓની સારસંભાળ લેવામાં આવે છે અને તેમને સુરક્ષિત વાતાવરણમાં રાખવામાં આવે છે. પ્રાણીઓની સારસંભાળ રાખતા લોકો સંપૂર્ણ રીતે ટ્રેઇન કરવામાં આવ્યા છે અને તેમની બધી જરૂરિયાતો પૂરી કરવામાં આવે છે. આ પાર્કમાં કોઈપણ પ્રાણીને નુકસાન પહોંચાડવામાં આવ્યું નથી.

યુવરાજ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેણે તાજેતરમાં જ પોતાનો એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. આમાં તેણે 2007ના ટી20 વર્લ્ડ કપમાં સ્ટુઅર્ટ બ્રૉડના 6 બૉલમાં મારેલા 6 છગ્ગાની સ્ટોરી જણાવી હતી. આ વીડિયો પણ ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય થયો.

yuvraj singh cricket news sports news sports dubai