17 September, 2026 01:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
યુવરાજ સિંહ
૨૦૨૭ વન-ડે વર્લ્ડ કપ માટે ભારતના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર યુવરાજ સિંહે મહત્ત્વપૂર્ણ સૂચન કર્યું છે. ૪૪ વર્ષનો યુવરાજ સિંહ કહે છે, ‘ભારતીય ટીમે હવે એક વર્ષ પછી યોજાનારી ટુર્નામેન્ટ માટે ટીમ તૈયાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, કારણ કે છેલ્લી ઘડીએ મોટા ફેરફારો કરવા યોગ્ય નથી. તમારે એવા શ્રેષ્ઠ ૧૧ મૅચ-વિનર્સ પર ભરોસો રાખવો પડશે. તે એવા ખેલાડીઓ હોવા જોઈએ જેના વિશે તમને વિશ્વાસ હોય કે તેઓ તમારા માટે મૅચ જિતાડી શકે છે. આ જ કારણ છે કે ઑસ્ટ્રેલિયા સફળ રહ્યું છે. કોઈ પણ દિવસે કોઈ એક ખેલાડી શાનદાર પ્રદર્શન કરે છે. જ્યારે ટીમ મુશ્કેલીમાં હોય છે ત્યારે તેઓ એકજૂથ થઈને જીત હાંસલ કરે છે.’