યુવરાજ સિંહે અભિષેક શર્માની વર્ષગાંઠના દિવસે સૉરી સ્ક્વૉટ્સ કરતો એક જૂનો વિડિયો શૅર કર્યો

05 September, 2026 05:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

યુવરાજ સિંહે આ વિડિયો શૅર કરીને લખ્યું કે ‘આ વર્ષ તારા માટે રન અને સદીઓનો ઢગલો લાવે. મારા તરફથી ખૂબ-ખૂબ પ્રેમ મોકલી રહ્યો છું.’

યુવરાજ સિંહ અને અભિષેક શર્મા

ભારતના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર યુવરાજ સિંહે પોતાના ચેલા અને ક્રિકેટર અભિષેક શર્માની ૨૬મી વર્ષગાંઠે એક રમૂજી વિડિયો શૅર કર્યો હતો. આ વિડિયોમાં ભૂતકાળમાં અભિષેક શર્મા સૉરી સ્ક્વૉટ્સ કરતો જોવા મળ્યો હતો. અભિષેક શર્મા કાન પકડીને ઊઠકબેઠક કરી રહ્યો હતો. અભિષેક દરેક ઊઠકબેઠક સમયે મોટા શૉટ પહેલા બૉલે ન મારવા, શૉટ મારવામાં અને રન ભાગવામાં સમજદારી વાપરવી જેવાં વચન આપતો જોવા મળ્યો હતો. યુવરાજ સિંહે આ વિડિયો શૅર કરીને લખ્યું કે ‘આ વર્ષ તારા માટે રન અને સદીઓનો ઢગલો લાવે. મારા તરફથી ખૂબ-ખૂબ પ્રેમ મોકલી રહ્યો છું.’

yuvraj singh abhishek sharma cricket news happy birthday sports news sports