23 December, 2025 11:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
સ્પિનર યુઝવેન્દ્ર ચહલે પોતાના કાર-કલેક્શનમાં નવી લક્ઝરી BMW કાર સામેલ કરી છે. તેણે પોતાનાં મમ્મી-પપ્પાના હાથે શો-રૂમમાં આ નવી કાર પરથી કવર હટાવડાવીને ફોટો માટે પોઝ આપ્યો હતો.
તેણે કૅપ્શનમાં લખ્યું હતું, ‘હું મારી નવી કાર એવા બે જણ સાથે ઘરે લાવ્યો જેણે મારા દરેક સપનાને સાકાર કર્યું. મારાં મમ્મી-પપ્પા સાથે આ માઇલસ્ટોનનો સાક્ષી બનવું અને એનો આનંદ માણવો એ સાચી લક્ઝરી છે.’
યુઝી ચહલે ખરીદેલી આ કાર BMW Z4ની કિંમત લગભગ ૮૮ લાખ રૂપિયા છે.