એક જ દેશમાં ૩૦૦ T20 વિકેટ લેનાર ચહલ પ્રથમ બોલર

30 April, 2026 02:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મંગળવારે રાજસ્થાન રૉયલ્સ સામે ૩૬ રનમાં ૩ વિકેટના તરખાટ છતાં યુઝવેન્દ્ર ચહલ પંજાબ કિંગ્સને સીઝનની પ્રથમ હારથી બચાવી નહોતો શક્યો, પણ એક લૅન્ડમાર્ક તેણે હાંસલ કરી લીધો હતો.

ચહલ

મંગળવારે રાજસ્થાન રૉયલ્સ સામે ૩૬ રનમાં ૩ વિકેટના તરખાટ છતાં યુઝવેન્દ્ર ચહલ પંજાબ કિંગ્સને સીઝનની પ્રથમ હારથી બચાવી નહોતો શક્યો, પણ એક લૅન્ડમાર્ક તેણે હાંસલ કરી લીધો હતો. ધ્રુવ જુરેલ, યશસ્વી જાયસ્વાલ અને રિયાન પરાગની મૂલ્યવાન વિકેટ સાથે ભારતની ધરતી પર તેની T20 વિકેટનો આંકડો ૩૦૦ પર પહોંચી ગયો હતો. આ સાથે એક જ દેશમાં સૌથી વધુ ૩૦૦ વિકેટ લેનાર ચહલ વર્લ્ડનો પ્રથમ બોલર બની ગયો હતો.

ચહલ બાદ આ યાદીમાં બીજા નંબરે ભારતનો પીયૂષ ચાવલા છે. ચાવલાએ ભારતમાં ૨૬૫ મૅચમાં કુલ ૨૮૯ વિકેટ લીધી છે. ત્રીજા નંબરે ઇંગ્લૅન્ડનો બોલર ડૅની બ્રિગ્સ છે, તેણે ઇંગ્લૅન્ડમાં ૨૪૨ મૅચમાં ૨૮૮ વિકેટ લીધી છે. ભારતનો ભુવનેશ્વર કુમાર ૨૫૪ મૅચમાં ૨૭૬ વિકેટ સાથે આ યાદીમાં ચોથા ક્રમાંકે છે.

288: IPLમાં પણ ચહલનો દબદબો છે અને તેની આટલી વિકેટ ટુર્નામેન્ટમાં હાઇએસ્ટ છે. ૨૧૨ વિકેટ સાથે ભુવનેશ્વર કુમાર બીજા નંબરે છે.

Yuzvendra Chahal rajasthan royals punjab kings IPL 2026 cricket news sports news