26 January, 2026 07:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શેફાલી અને ચહલ મુંબઈમાં એક ડિનર-ડેટ પછી જોવા મળ્યાં હતાં
યુટ્યુબર-કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા સાથેના છૂટાછેડા પછી ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ ઍક્ટર-પ્રોડ્યુસર RJ મહવશ સાથે રિલેશનશિપમાં છે કે નહીં એની ચર્ચા હતી, પણ આ ચર્ચા કન્ફર્મ થાય એ પહેલાં બન્ને અલગ થઈ ગયાં અને હવે ચહલ ઍન્કર અને ઍક્ટ્રેસ શેફાલી બગ્ગા સાથે જોવા મળ્યો છે. ‘બિગ બૉસ 13’માં જોવા મળેલી શેફાલી અને ચહલ મુંબઈમાં એક ડિનર-ડેટ પછી જોવા મળ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે ચહલ અને મહવશે તાજેતરમાં જ સોશ્યલ મીડિયા પર એકમેકને અનફૉલો કરી દીધાં છે.