✕

ઝિમ્બાબ્વે બાવીસ વર્ષ પછી બે ટેસ્ટ-મૅચની સિરીઝ જીત્યું

18 November, 2026 08:23 AM IST  |  Afghanistan | Gujarati Mid-day Correspondent

ઝિમ્બાબ્વેએ છેલ્લે ૨૦૦૪માં બંગલાદેશ સામે બે કે તેથી વધુ મૅચની ટેસ્ટ-સિરીઝ જીતી હતી. ઝિમ્બાબ્વેએ અફઘાનિસ્તાન સામે પણ પહેલી વખત ટેસ્ટ-સિરીઝ જીતી છે. અગાઉની એક સિરીઝ ડ્રૉ રહી હતી અને એક સિરીઝ અફઘાનિસ્તાને જીતી હતી.

જીતની ઉજવણી કરતા ઝિમ્બાબ્વેના પ્લેયર્સ

શારજાહમાં અફઘાનિસ્તાન સામે બીજી ટેસ્ટ-મૅચ ૫૭ રને જીતીને ઝિમ્બાબ્વેએ ૧-૦થી સિરીઝ પોતાને નામે કરી છે. પહેલી ટેસ્ટ-મૅચ ડ્રૉ રહી હતી. ઝિમ્બાબ્વેએ છેલ્લે ૨૦૦૪માં બંગલાદેશ સામે બે કે તેથી વધુ મૅચની ટેસ્ટ-સિરીઝ જીતી હતી. ઝિમ્બાબ્વેએ અફઘાનિસ્તાન સામે પણ પહેલી વખત ટેસ્ટ-સિરીઝ જીતી છે. અગાઉની એક સિરીઝ ડ્રૉ રહી હતી અને એક સિરીઝ અફઘાનિસ્તાને જીતી હતી.

૩૩૯-૧૦ અને ૨૯૫-૯નો સ્કોર કરીને ઝિમ્બાબ્વેએ ૪૧૮ રનનો ટાર્ગેટ સેટ કર્યો હતો. પહેલી ઇનિંગ્સમાં ૨૧૭ રન કરનાર અફઘાનિસ્તાન બીજી ઇનિંગ્સમાં ૧૩૦.૩ ઓવરમાં ૩૬૦-૧૦નો સ્કોર કર્યો હતો. અંતિમ દિવસે ૪૫મી ઓવરમાં ૧૪૩-૫ના સ્કોરથી બીજી ઇનિંગ્સ આગળ વધારનાર અફઘાનિસ્તાન માટે નસીર ખાન મારૂફખિલે ૨૪૨ બૉલમાં ૧૦ ફોરની મદદથી અણનમ ૧૦૧ રન કર્યા હતા.

ઝિમ્બાબ્વેનો ફાસ્ટ બોલર મુઝરબાની બ્લેસિંગ બન્ને ઇનિંગ્સમાં ૩-૩ વિકેટ લઈને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. બ્રૅન્ડન ટેલર ૩૮૨ રન બનાવીને પ્લેયર ઑફ ધ સિરીઝ બન્યો હતો.

zimbabwe afghanistan test cricket sharjah cricket news sports news sports