06 November, 2025 11:26 AM IST | Harare | Gujarati Mid-day Correspondent
શાઁ વિલિયમ્સન
ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન શાઁ વિલિયમ્સને ઝિમ્બાબ્વેએ નૅશનલ ટીમમાંથી કાયમ માટે ડ્રૉપ કરી દીધો છે. તેની સામેની તપાસમાં જણાયું હતું કે ડ્રગ્સ લેતો હોવાને લીધે તે અમુક મૅચોમાં નહોતો રમતો. વિલિયમ્સ સપ્ટેમ્બરમાં T20 વર્લ્ડ કપ માટેની ક્વૉલિફાઇંગ ટુર્નામેન્ટમાંથી અચાનક છેલ્લી ઘડીએ ખસી ગયો હતો અને ટીમને મુશ્કેલીમાં મૂકી દીધી હતી. આ મામલે એક તપાસ સમિતિ નીમવામાં આવી હતી અને એમાં તે ડ્રગ્સનો બંધાણી હોવાનું જાણવા મળ્યું હતું. જોકે ડ્રગ્સ-ટેસ્ટથી બચવા તે એ ટુર્નામેન્ટમાંથી ખસી ગયો હતો.
૨૦૦૫માં ડેબ્યુ કરનાર વિલિયમ્સ ઝિમ્બાબ્વે વતી ૨૪ ટેસ્ટ, ૧૬૫ વન-ડે અને ૮૫ T20 ઇન્ટરનૅશનલ મૅચ રમ્યો હતો.