31 July, 2021 02:36 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
ટોક્યો ઓલિમ્પિક 2020
અમેરિકાની લોન્ગ જમ્પર ક્યુનેશા બર્ક્સની મેકડોનાલ્ડથી લઈ ઓલિમ્પક સુધીની શાનદાર સફર રહી છે. તમને થશે કે મેકડોનાલ્ડ અને ઓલિમ્પિકને શું લાગે? કંઈ જ નહી. પરંતુ ક્યુનેશાને મેકડોનાલ્ડ સાથે લેવાદેવા હતું. કારણ, બર્ક્સ 10 વર્ષ પહેલા મેક ડોનાલ્ડમાં વેઈટર તરીકે કામ કરતી હતી અને આજે એ ઓલિમ્પિક ગેમ્સમાં અમેરિકા તરફથી મેડલની ઉમેદવાર બની ચુકી છે.
બર્ક્સ જ્યારે 16 વર્ષની હતી ત્યારે પોતાને પરિવારને આર્થિક સહાય કરવાના ઉદ્દેશથી મેકડોનાલ્ડમાં કામ કરતી હતી. બર્ક્સ પોતાની નાની બહેનોની જવાબદારી સંભાળવા માટે નાની ઉંમરમાં જ કામ કરવાનું શરૂ કરી દીધુ હતું. જો કે તે જાણતી હતી મેકડોનાલ્ડથી તે પોતાનું સારુ કેરિયર બનાવી શકશે નહીં.
બર્કસના માતા-પિતા અલગ થઈ ગયા હતાં. તેમની માતાએ બીજી લગ્ન કર્યા હતાં. પરિવારની વિખરાયેલી જીંદગીમાં બર્ક્સ ઘરના તમામ બિલ્સ ચુકવતી હતી, પોતાની બહેનોને શાળાએ મોકલતી હતી અને આ સિવાય ઘરના ઘણાં બધા કામ બર્ક્સ કરતી હતી. આટલા વ્યસ્ત જીવનમાં પણ બર્ક્સ બાસ્કેટબોલ ગેમમાં રુચી ધરાવતી હતી.
બાસ્કેટબોલમાં સારુ પ્રદર્શન કરી શકાય તે માટે બર્ક્સે દોડવાનુ શરૂ કર્યુ હતું. બર્ક્સ સ્ટેટ લેવલ પર બોસ્કેટબોલની અનેક ચેમ્પિયનશિપ રમી ચુકી છે. તે બાસ્કેટબોલમાં ખુબ ઝડપી હોવાથી બર્ક્સના કોચે તેને રનિંગમાં પોતાનું કેરિયર બનાવવાનું સુચન કર્યુ હતું.
બર્ક્સે પહેલા આ વાત પર કંઈ ખાસ ધ્યાન આપ્યુ નહોતું. પરંતુ આ રમત વિશે જ્યારે તેણે ઉંડાણપૂર્વક જાણ્યું તો તેની આ રમત પ્રત્યુ રુચી વધવા લાગી. બર્ક્સને લોન્ગ જમ્પમાં વધારે રસ હતો. જો કે બર્ક્સને આ રમત વિશે વઘારે કંઈ જ્ઞાન નહોતું. પરંતુ રમત દરમિયાન તેમને ઓલિમ્પિક માટે ટિકીટ મળી ગઈ.
બર્ક્સને શરૂઆતમાં લોન્ગ જમ્પ દરમિયાન રેતીમાં કુદવુ અજીબ લાગતુ હતું. તેણીને એવુ લગાતું હતું કે જાણી જોઈને પોતાના કપડા ખરાબ કરી છે. હાઈસ્કુલમાં બર્ક્સે13 ફુટનોલોન્ગ જમ્પ માર્યો હતો. ત્યાર બાદ ધીમે ધીમે તે પ્રેક્ટિસ કરવા લાગી અને હવા 20 ફુટનો જમ્પ મારે છે.