રેકૉર્ડ 14મી વાર નડાલ સેમી ફાઇનલમાં

10 June, 2021 03:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નડાલ ૨૦૧૯ બાદ અને સળંગ ૩૬ સેટ જીત્યા બાદ પહેલી વાર સેટ હાર્યો હતો.

રાફેલ નડાલ

મેન્સ સિંગલ્સની ગઈ કાલે  રમાયેલી ત્રીજી ક્વૉર્ટર ફાઇનલમાં ત્રીજા ક્રમાંકિત અને હૉટ ફેવરિટ રાફેલ નડાલે ૧૦મા ક્રમાંકિત આર્જેન્ટિનાના ડિએગો સ્વાર્ત્ઝમૅનને ચાર સેટના સંઘર્ષમાં ૬-૩, ૪-૬, ૬-૪, ૬-૦થી પરાજિત કરીને સેમી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. નડાલ ૨૦૧૯ બાદ અને સળંગ ૩૬ સેટ જીત્યા બાદ પહેલી વાર સેટ હાર્યો હતો. સેમી ફાઇનલમાં હવે તેનો મુકાબલો કટ્ટર હરીફ નોવાક જૉકોવિચ સામે થવાની સંભાવના છે. 

rafael nadal sports sports news tennis news