30 June, 2025 06:57 AM IST | Srinagar | Gujarati Mid-day Correspondent
ભારતની ૧૮ વર્ષની પૅરા-તીરંદાજ શીતલ દેવી
પૅરિસ પૅરાલિમ્પિક્સ 2024માં બ્રૉન્ઝ મેડલ જીતીને ચર્ચામાં આવેલી ભારતની ૧૮ વર્ષની પૅરા-તીરંદાજ શીતલ દેવીએ ફરી એક વાર દેશને પ્રેરણા આપી છે. ઇન્સ્ટાગ્રામ પર શીતલે પોતાના પગથી કાર ચલાવતો એક વિડિયો શૅર કર્યો છે. બે હાથ વગરની શીતલે કૅપ્શનમાં લખ્યું કે ‘થોડા સમય માટે ડ્રાઇવરની સીટ પર બેઠી, દરેક ક્ષણનો આનંદ માણ્યો. ક્યારેય કોઈ પણ વસ્તુને ના ન કહો.’