લાપુન્ગ બૉક્સિંગમાં મુક્કા ખાઈને થાકી ગયો એટલે વેઇટલિફ્ટિંગ તરફ વળ્યો!

04 October, 2022 12:08 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

લાપુન્ગે કહ્યું કે ‘હું બૉક્સિંગની રિંગમાં હરીફના મુક્કાનો માર ખાઈ-ખાઈને કંટાળી ગયો હતો

સૈમ્બો લાપુન્ગ

ગાંધીનગરમાં ગઈ કાલે નૅશનલ ગેમ્સમાં વેઇટલિફ્ટિંગની ૯૬ કિલોગ્રામ વર્ગની હરીફાઈમાં સૌથી વધુ ૩૪૬ કિલો વજન ઊંચકીને અને ક્લીન ઍન્ડ જર્કના નવા નૅશનલ રેકૉર્ડ સાથે ગોલ્ડ મેડલ જીતનાર અરુણાચલ પ્રદેશના ખેડૂતપુત્ર સૈમ્બો લાપુન્ગનો ભૂતકાળ ખૂબ રસપ્રદ છે.

ભારતીય લશ્કરમાં હવાલદારની રૅન્ક ધરાવતા લાપુન્ગે ૧૪ વર્ષ પહેલાં સ્પોર્ટ્સમાં કરીઅર બદલી નાખી હતી. ત્યારે તે બૉક્સર હતો. જોકે બૉક્સિંગમાં ફક્ત એક જ વર્ષમાં પરેશાન થઈ ગયા બાદ તેણે વેઇટલિફ્ટિંગમાં ઝુકાવ્યું હતું. લાપુન્ગે કહ્યું કે ‘હું બૉક્સિંગની રિંગમાં હરીફના મુક્કાનો માર ખાઈ-ખાઈને કંટાળી ગયો હતો. ઘણી વાર નાકમાંથી અને ચહેરા પર લોહી નીકળ્યું હતું. તાલીમ દરમ્યાન કોચના હાથનો પણ મારે ખાવો પડતો હતો. છેવટે હું ઇટાનગરમાં સ્પોર્ટ્સ ઑથોરિટીના વેઇટલિફ્ટિંગના કૅમ્પમાં જોડાયો હતો. બૉક્સિંગના કોચ મને જરાસરખીય ભૂલ બદલ મુક્કા મારતા હતા, પણ વેઇટલિફ્ટિંગમાં એવું કંઈ નહોતું.’

sports sports news boxing ahmedabad