રોનાલ્ડોનું વર્ષ ૨૦૨૨માં રિયલ મૅડ્રિડમાં કમબૅક?

12 December, 2021 12:58 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

જો આ અટકળ સાચી પડશે તો રોનાલ્ડોએ પોતાના કરોડો ચાહકોને ચોંકાવી દીધા કહેવાશે

રોનાલ્ડોઅે ઇન્સ્ટાગ્રામ પર પોતાનો શર્ટ વગરનો ફોટો અપલોડ કરીને ચાહકોને ચોંકાવી દીધા છે. તેણે આ પોઝ સ્વિમિંગ પૂલમાંથી બહાર આવીને આપ્યો હતો.

તાજેતરમાં સ્પર્ધાત્મક મૅચોમાં કુલ ૮૦૦ ગોલની અપ્રતિમ સિદ્ધિ મેળવનાર વિશ્વના પ્રથમ ફુટબોલર પોર્ટુગલના ક્રિસ્ટિયાનોને સ્પેનની પ્રોફેશનલ ફુટબૉલ ક્લબ રિયલ મૅડ્રિડ પાછી ખરીદી લેવા વિચારતી હોવાની અટકળો ગઈ કાલથી ફુટબૉલજગતમાં વહેતી થઈ છે. જો આ અટકળ સાચી પડશે તો રોનાલ્ડોએ પોતાના કરોડો ચાહકોને ચોંકાવી દીધા કહેવાશે. રોનાલ્ડો ૨૦૦૯થી ૨૦૧૮ સુધી રિયલ મૅડ્રિડની ટીમમાં હતો. ત્યાર પછી તે ત્રણેક વર્ષ યુવેન્ટ્સની ટીમમાં હતો અને એકાદ વર્ષથી મૅન્ચેસ્ટર યુનાઇટેડ (એમયુ)માં છે. તે સૌથી વધુ ૯ વર્ષ રિયલ મૅડ્રિડની ટીમ સાથે જોડાયેલો હતો અને હવે એ જ ક્લબના માલિકો રોનાલ્ડોના એમયુ સાથેના સંબંધો પર નજર રાખી રહ્યા છે.
જોકે રોનાલ્ડો આ વખતે (વર્તમાન સીઝનમાં) યુરોપની ફુટબૉલ સ્પર્ધાઓમાં સારું રમ્યો છે. તેણે એમયુ વતી કુલ ૧૨ ગોલ કર્યા છે અને બીજા ઘણા ગોલ કરવામાં સાથી-ફુટબૉલરોને મદદ કરી છે. એમયુ સાથે રોનાલ્ડોનો ૨૦૨૩ની સાલ સુધીનો કરાર છે. જોકે નવા કોચ રાલ્ફ રેન્ગનિકની એમયુના ખેલાડીઓ માટેની નવી પદ્ધતિ (ટીમમાંના પોતાના રોલ વિશેની ગોઠવણ) જો રોનાલ્ડોને સ્વીકાર્ય નહીં હોય તો તે રિયલ મૅડ્રિડમાં પાછો આવી શકે એમ છે.

sports sports news cristiano ronaldo