26 November, 2026 07:50 PM IST | Riyadh | Gujarati Mid-day Correspondent
ક્રિસ્ટીઆનો રોનાલ્ડો
પોર્ટુગલનો ક્રિસ્ટીઆનો રોનાલ્ડો હવે ૧૦૦૦ ગોલ મારનાર પહેલો ફુટબૉલર બનવાથી હવે ૧૩ ગોલ દૂર છે. એશિયન ફુટબોલ કૉન્ફેડરેશન (AFC) ચૅમ્પિયન્સ લીગમાં અલ-નાસર તરફથી રમીને રોનાલ્ડોએ અલ-સાદ ટીમ સામે એક ગોલ કરીને ૨-૧ની જીતમાં યોગદાન આપ્યું હતું.
AFC ચૅમ્પિયન્સ લીગમાં અલ-નાસર માટે રોનાલ્ડો સૌથી વધુ ગોલ કરનાર પ્લેયર બની ગયો છે. ૪૧ વર્ષના રોનાલ્ડોની કરીઅરના કુલ ગોલની સંખ્યા ૯૮૭ પર પહોંચી છે.