21 October, 2025 08:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
યજમાન ઝિમ્બાબ્વે સામેની એકમાત્ર ટેસ્ટ-મૅચના પહેલા જ દિવસે અફઘાની ટીમનો ધબડકો થયો હતો. ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરતાં અફઘાનિસ્તાનની ટીમ ૩૨.૩ ઓવરમાં ૧૨૭ રને સમેટાઈ ગઈ હતી. આ ટેસ્ટ-ઇનિંગ્સ સ્કોર અફઘાનિસ્તાનનો ઝિમ્બાબ્વે સામેનો અને હરારે ક્રિકેટ સ્ટેડિયમમાં કોઈ વિદેશી ટીમનો લોએસ્ટ સ્કોર હતો. બીજા સેશનના અંતે ઝિમ્બાબ્વેએ ૧૪ ઓવરમાં એક વિકેટ ગુમાવીને ૪૦ રન કર્યા હતા.