આનંદકુમાર બન્યો ભારતનો પહેલો ડબલ વર્લ્ડ સ્કેટિંગ ચૅમ્પિયન

22 September, 2025 09:07 AM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

અગાઉ ટુર્નામેન્ટમાં મેન્સ ૧૦૦૦ મીટર સ્પ્રિન્ટ રેસમાં ગોલ્ડ મેડલ જીતીને તે વર્લ્ડ ચૅમ્પિયનશિપનો ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય બન્યો હતો

આનંદકુમાર

ચીનમાં આયોજિત સ્પીડ સ્કેટિંગ વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ભારતના આનંદકુમાર વેલકુમારે મેડલ જીતવાવી હૅટ-ટ્રિક કરી છે. તે ગઈ કાલે ૪૨ કિલોમીટર મૅરથૉન જીતીને પોતાનો બીજો ગોલ્ડ મેડલ જીત્યો હતો. અગાઉ ટુર્નામેન્ટમાં મેન્સ ૧૦૦૦ મીટર સ્પ્રિન્ટ રેસમાં ગોલ્ડ મેડલ જીતીને તે વર્લ્ડ ચૅમ્પિયનશિપનો ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય બન્યો હતો. હવે તે બે વખત વર્લ્ડ સ્કેટિંગ ચૅમ્પિયન બનનાર પ્રથમ ભારતીય બની ગયો છે. તામિલનાડુનો બાવીસ વર્ષનો આનંદકુમાર ૫૦૦ મીટર સ્પ્રિન્ટ રેસમાં બ્રૉન્ઝ મેડલ પણ જીત્યો હતો.

india sports sports news