28 September, 2023 03:15 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
(૧) મંગળવારે ઘોડેસવારીમાં ડ્રસાઝ વર્ગની સ્પર્ધામાં અનુષ, સુદીપ્તિ, દિવ્યક્રિતીએ સાથે મળીને ભારતને ઐતિહાસિક ગોલ્ડ મેડલ અપાવ્યા પછી ગઈ કાલે કચ્છી વીસા ઓસવાળ સમાજનો હૃદય વિપુલ છેડા ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં ૭૩.૮૮૩ના ટોચના સ્કોર સાથે ઇન્ડિવિજ્યુઅલ ડ્રસાઝની ફાઇનલમાં પહોંચ્યો હતો. અનુષ ચોથા નંબરે રહ્યો હતો અને દિવ્યક્રિતી સિંહ ૧૧મા સ્થાને હતી. ક્વૉલિફાઇંગમાં ટોચના ૧૫ સ્થાને આવનારને ફાઇનલમાં જવા મળે છે.
(૨) યુવાન મહિલા શૂટર સિફ્ત કૌર સામરા પચીસ મીટર રાઇફલ-થ્રી પોઝિશન ઇવેન્ટમાં વર્લ્ડ રેકૉર્ડ સાથે ગોલ્ડ જીતી હતી. સામરાએ થોડાં વર્ષ પહેલાં એમબીબીએસનો કોર્સ પડતો મૂકીને શૂટિંગમાં કરીઅર બનાવવાનું નક્કી કર્યું અને એમાં સફળ થઈ. તે ગઈ કાલે ૪૬૯.૬નો વર્લ્ડ રેકૉર્ડ નોંધાવવા ઉપરાંત રાઇફલ-થ્રી પોઝિશનમાં ગોલ્ડ જીતનારી પ્રથમ ભારતીય શૂટર બની હતી. ભારતની જ આશી ચોકસી (૪૫૧.૯) બ્રૉન્ઝ જીતી હતી. એશા સિંહ પચીસ મીટરની પિસ્તોલ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતી હતી.
(૩) વિમેન્સ શૂટિંગમાં મનુ ભાકર, રિધમ સંગવાન, ઇશા સિંહ પચીસ મીટર પિસ્તોલ ટીમ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને અભિનંદન પાઠવ્યાં છે.
(૪) શૂટિંગમાં જ મેન્સ સ્કિટ ઇવેન્ટમાં અનંત જીતસિંહ નારુકા સિલ્વર મેડલ અને બાજવા તથા ખાનગુરા સાથેની ત્રિપુટીમાં ટીમ-બ્રૉન્ઝ જીત્યો હતો.
(૫) મેન્સ સ્ક્વૉશમાં ભારતનો પાકિસ્તાન સામે ૧-૨થી પરાજય થવા છતાં ભારત સેમી માટે દાવેદાર હતું. વિમેન્સ સ્ક્વૉશમાં ભારતે નેપાલને ૩-૦થી અને પાકિસ્તાનને ૩-૦થી હરાવ્યું હતું.
22
ભારત ગઈ કાલે પાંચ ગોલ્ડ સહિત કુલ આટલા મેડલ સાથે સાતમે હતું.