21 September, 2026 01:59 PM IST | Tokyo | Gujarati Mid-day Correspondent
સુચિકા તરિયાલ
મિક્સ્ડ માર્શલ આર્ટ્સ (MMA) ઇવેન્ટે એશિયન ગેમ્સમાં ૨૦મી આવૃત્તિથી ડેબ્યુ કર્યું છે. મહિલાઓની ટ્રેડિશનલ MMAની ૬૦ કિલો કૅટેગરીની ક્વૉર્ટર ફાઇનલમાં મૉન્ગોલિયાની હરીફને હરાવીને ભારતની સુચિકા તરિયાલે દેશ માટે ઐતિહાસિક મેડલ સુનિશ્ચિત કર્યો છે.
સેમી-ફાઇનલમાં પહોંચવું એ મેડલની ખાતરી આપે છે, કારણ કે આ ઇવેન્ટમાં સેમી-ફાઇનલમાં હારનાર બન્ને ખેલાડીઓને બ્રૉન્ઝ મેડલ આપવામાં આવે છે.
૩૬ વર્ષની સુચિકા તરિયાલે કરીઅરની શરૂઆત જુડોકા એટલે કે જુડો પ્લેયર તરીકે કરી હતી. ૧૨ વર્ષની ઉંમરે સલૂનમાં બનેલી એક ગેરવર્તનની ઘટના પછી તેણે સ્વબચાવ શીખવાનો નિર્ણય કર્યો અને વિવિધ કૉમ્બૅટ સ્પોર્ટ્સ પર હાથ અજમાવ્યો હતો.