✕

બે દિવસમાં ૧૦ સ્પર્ધાઓમાં ભાગ લઈને તેજસ્વિને ડીકૅથલૉનમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો

28 September, 2026 09:30 AM IST  |  Nagoya | Gujarati Mid-day Correspondent

એશિયન ગેમ્સમાં સતત બીજો મેડલ મેળવ્યો

તેજસ્વિન શંકર

દિલ્હીના ૨૭ વર્ષના તેજસ્વિન શંકરે એશિયન ગેમ્સ 2026માં પુરુષોની ડીકૅથલૉન સ્પર્ધામાં બ્રૉન્ઝ મેડલ જીત્યો છે. તેજસ્વિન શંકરે બે દિવસમાં ૧૦ સ્પર્ધાઓમાં ભાગ લઈને કુલ ૭૯૩૪ પૉઇન્ટ્સ મેળવીને ત્રીજું સ્થાન હાંસલ કર્યું. 
તેજસ્વિન શંકરે એશિયન ગેમ્સમાં સતત બીજો મેડલ જીત્યો છે. ૨૦૨૨ની એશિયન ગેમ્સમાં તેણે સિલ્વર મેડલ જીત્યો હતો.  આ વર્ષે તે ડીકૅથલૉનમાં બ્રૉન્ઝ જીતીને કૉમનવેલ્થ ગેમ્સનો મેડલ જીતનાર પ્રથમ ભારતીય પણ બન્યો હતો. ડીકૅથલૉન એ બે દિવસ સુધી ચાલતી સંયુક્ત ટ્રૅક ઍન્ડ ફીલ્ડ ઇવેન્ટ છે જેમાં ૧૦૦ મીટર રેસ, લૉન્ગ જમ્પ, શૉટ પુટ, હાઈ જમ્પ, ૪૦૦ મીટર, ૧૧૦ મીટર હર્ડલ રેસ, ડિસ્કસ થ્રો, પોલ વૉલ્ટ, જૅવલિન થ્રો અને ૧૫૦૦ મીટરની રેસ સહિતની ૧૦ રમતોનો સમાવેશ થાય છે.

asian games athletics commonwealth games sports news sports