નવાસવા ખેલાડીએ નંબર-ટૂ રુડને સ્પર્ધાની બહાર કરી દીધો

20 January, 2023 12:41 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ઑસ્ટ્રેલિયન ઓપનમાં બ્રુક્સ્બીના હાથે અપસેટ : સબાલેન્કાએ ડેન્જરસ પ્લેયર રોજર્સને હરાવી

બ્રુક્સ્બી, કૅસ્પર રુડ અને સબાલેન્કા

મેલબર્નની ઑસ્ટ્રેલિયન ઓપનમાં નંબર-વન ક્રમાંકિત રાફેલ નડાલ પગના દુખાવા વચ્ચે બુધવારે અમેરિકાના મૅકેન્ઝી મૅક્ડોનાલ્ડના હાથે પરાજિત થતાં સ્પર્ધાની બહાર થયો ત્યાર પછી ગઈ કાલે બીજા અમેરિકને અપસેટ સરજ્યો હતો. પહેલી જ વખત ઑસ્ટ્રેલિયન ઓપનમાં રમવા આવેલા જેન્સન બ્રુક્સ્બીએ સેકન્ડ-સીડેડ નૉર્વેના કૅસ્પર રુડને ૬-૩, ૭-૫, ૪-૭, ૬-૨થી હરાવીને થર્ડ રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.

હાલનો મેન્સ નંબર-વન કાર્લોસ અલ્કારાઝ ઈજાને કારણે આ ચૅમ્પિયનશિપમાં નથી રમ્યો. રુડ સ્પર્ધાની બહાર થઈ જતાં હવે નોવાક જૉકોવિચ અને સ્ટેફાનોસ સિત્સિપાસને નંબર-વનની રૅન્ક મેળવવાનો મોકો છે.

મહિલાઓમાં ગઈ કાલે વર્લ્ડ 

નંબર-ફાઇવ બેલારુસની અરીના સબાલેન્કાએ અમેરિકાની ડેન્જરસ ખેલાડી શેલ્બી રૉજર્સને ૬-૩, ૬-૧થી હરાવીને ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો. હવે સબાલેન્કા પોતાની જ ભૂતપૂર્વ ડબલ્સ પાર્ટનર એલીસ મર્ટેન્સ સામે રમશે. સબાલેન્કા-મર્ટેન્સની જોડી ૨૦૧૯માં અને ૨૦૨૧માં ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતી હતી.

8
સૌથી વધુ ૨૩ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતનાર સ્પેનના રાફેલ નડાલને ઈજામુક્ત થતાં આટલાં અઠવાડિયાં લાગશે.

sports news sports tennis news australian open rafael nadal novak djokovic