ઓસાકા, બાર્ટી અને નડાલ ત્રીજા રાઉન્ડમાં

20 January, 2022 12:59 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ગયા વખતની ચૅમ્પિયન જપાનની નાઓમી ઓસાકાએ સેકન્ડ રાઉન્ડમાં અમેરિકાની મેડિસન બ્રેન્ગલને ૬-૦, ૬-૪થી હરાવી દીધી હતી

ડિફેન્ડિંગ ચૅમ્પિયન નાઓમી ઓસાકા (જમણે)એ ગઈ કાલે બીજો રાઉન્ડ જીત્યા પછી તેણે અને હરીફ મેડિસન બ્રેન્ગલે કોવિડ-પ્રોટોકૉલને ધ્યાનમાં રાખીને હાથ મિલાવવાને બદલે રૅકેટ ટકરાવીને ટેનિસ કોર્ટ પરથી વિદાય લીધી હતી. (તસવીર : એ.પી.)

મેલબર્નની ઑસ્ટ્રેલિયન ઓપનમાં ગઈ કાલે ટોચના ત્રણ પ્લેયરો બીજા રાઉન્ડમાં આસાનીથી જીતીને ત્રીજા રાઉન્ડમાં પહોંચી ગયા હતા. ગયા વખતની ચૅમ્પિયન જપાનની નાઓમી ઓસાકાએ સેકન્ડ રાઉન્ડમાં અમેરિકાની મેડિસન બ્રેન્ગલને ૬-૦, ૬-૪થી હરાવી દીધી હતી. તે પહેલો સેટ માત્ર ૨૦ મિનિટમાં જીતી હતી.
યજમાન ઑસ્ટ્રેલિયાની વર્લ્ડ નંબર-વન ઍશ બાર્ટીએ ઇટલીની ક્વૉલિફાયર લ્યુસિયા બ્રૉન્જેટીને ૬-૧, ૬-૧થી પરાજિત કરી હતી, જ્યારે પુરુષોમાં રાફેલ નડાલે જર્મન ક્વૉલિફાયર યાનિક હૅન્ફમૅનને ૬-૨, ૬-૩, ૬-૪થી હરાવીને થર્ડ રાઉન્ડમાં એન્ટ્રી કરી હતી. 

sports sports news