ફ્રેન્ચ ઓપનની સેમી ફાઇનલમાં પહોંચી સાત્વિક-ચિરાગની જોડી

09 March, 2024 11:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જબરદસ્ત લડત બાદ પી. વી. સિંધુ ફ્રેન્ચ ઓપનમાંથી આઉટ

સાત્વિક-ચિરાગ

સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ભારતીય મેન્સ ડબલ્સ જોડીએ પૅરિસમાં ફ્રેન્ચ ઓપન સુપર ૭૫૦ બૅડ્મિન્ટન ટુર્નામેન્ટની સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ક્વૉર્ટર ફાઇનલમાં ભારતીય જોડીની ટક્કર થાઇલૅન્ડની જોડી સાથે હતી. ૪૨ મિનિટની રમતમાં ભારતીય જોડી ૨૧-૧૯, ૨૧-૧૩ના સ્કોર સાથે સતત બે સેટ જીતી હતી.

બે વખતની ઑલિમ્પિક મેડલ વિજેતા પી. વી. સિંધુએ જબરદસ્ત હિંમત બતાવી હતી, પણ આખરે ક્વૉર્ટર ફાઇનલમાં ઑલિમ્પિક ચૅમ્પિયન ચેન યુ ફેઇ સામે હારી ગઈ હતી.

pv sindhu p.v. sindhu badminton news sports sports news