28 September, 2026 08:36 AM IST | Tashkent | Gujarati Mid-day Correspondent
બોધના શિવાનંદન
ઇંગ્લૅન્ડની ભારતીય મૂળની ૧૧ વર્ષ ૬ મહિનાની ચેસ ખેલાડી બોધના શિવાનંદન ચેસ ઇતિહાસની સૌથી નાની વયની મહિલા ગ્રૅન્ડમાસ્ટર બની છે. બોધના શિવાનંદને ઉઝબેકિસ્તાનના સમરકંદ ખાતે ચેસ ઑલિમ્પિયાડમાં પોતાનું ત્રીજું વિમેન્સ ગ્રૅન્ડમાસ્ટર નૉર્મ હાંસલ કર્યું હતું.
અગાઉ ૨૦૦૫માં ચીનની હોઉ યિફાને ૧૧ વર્ષ નવ મહિનાની ઉંમરે સૌથી નાની વયની મહિલા ગ્રૅન્ડમાસ્ટર તરીકેની સિદ્ધિ મેળવી હતી. ગ્રૅન્ડમાસ્ટર બનવા માટે ૨૫૦૦ રેટિંગ પૉઇન્ટ અને ત્રણ ઇન્ટરનૅશનલ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન નોંધાવવાનું હોય છે.
બોધના શિવાનંદન મૂળ તામિલનાડુના ત્રિચીની છે પરંતુ તેનો જન્મ અને ઉછેર લંડનમાં થયો હતો. તેણે પાંચ વર્ષની ઉંમરે ચેસ રમવાનું શરૂ કર્યું હતું. એપ્રિલમાં તે બ્રિટનની નંબર વન મહિલા ચેસ ખેલાડી બની અને ઑગસ્ટમાં તે બ્રિટનની અત્યાર સુધીની સૌથી નાની વયની મહિલા ચેસ ચૅમ્પિયન બની હતી.