01 November, 2026 09:39 AM IST | Ahemdabad | Gujarati Mid-day Correspondent
કબડ્ડીમાં ભારતની બન્ને ટીમ ચૅમ્પિયન બની
અમદાવાદમાં યોજાયેલી પહેલવહેલી કૉમનવેલ્થ કબડ્ડી ચૅમ્પિયનશિપમાં ભારતની મહિલા ટીમે યુગાન્ડાને ૩૫-૧૫થી હરાવીને તથા દેશની પુરુષ ટીમે શ્રીલંકાને ૫૪-૨૦થી હરાવીને ખિતાબ જીતી લીધો હતો. ભારતની પુરુષ અને મહિલા ટીમ આખી ટુર્નામેન્ટમાં અજેય રહી હતી. ગ્રુપ-સ્ટેજની ૬, સેમી-ફાઇનલ અને ફાઇનલ મળીને કુલ ૮ મૅચ હતી.