કૅમરૂને બ્રાઝિલને ૧-૦થી હરાવી રચ્યો ઇતિહાસ

04 December, 2022 05:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ જીત છતાં કૅમરૂનની ટીમ પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી નહોતી શકી

કૅમરૂને બ્રાઝિલને ૧-૦થી હરાવી રચ્યો ઇતિહાસ

ફિફા વર્લ્ડ કપમાં પાંચ વખતનું ચૅમ્પિયન બ્રાઝિલ ગ્રુપ સ્ટેજની પોતાની છેલ્લી મૅચમાં કૅમરૂન સામે હારી ગયું હતું. કૅમરૂનની જીતનો હીરો વિન્સેન્ટ અબુબકર રહ્યો હતો, જેણે સ્ટૉપેજ ટાઇમની કેટલીક મિનિટ પહેલાં જ મૅચનો એકમાત્ર ગોલ કર્યો હતો. કૅમરૂન વર્લ્ડ કપના ઇતિહાસમાં બ્રાઝિલને હરાવનાર પહેલો આફ્રિકાનો દેશ બન્યો હતો. આ જીત છતાં કૅમરૂનની ટીમ પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી નહોતી શકી. બ્રાઝિલ પહેલાં જ પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગયું છે. એથી તેણે આ મૅચમાં બેન્ચ સ્ટ્રેનથની ચકાસણી કરી હતી. બ્રાઝિલ ૨૪ વર્ષ બાદ ગ્રુપ સ્ટેજમાં કોઈ મૅચ હાર્યું છે. આ પહેલાં ૧૯૯૮માં વર્લ્ડ કપમાં તે નોર્વે સામે ૧-૩થી હાર્યું હતું.

ટી-શર્ટ કેમ કાઢ્યું?

બ્રાઝિલ સામે ગોલ કર્યા બાદ કૅમરૂનના ખેલાડી વિન્સેન્ટ અબુબકરે ઉત્સાહમાં પોતાનું ટી-શર્ટ કાઢી નાખ્યું હતું. નિયમ મુજબ આ પ્રકારના વર્તન બદલ રેફરીએ તેને યલો કાર્ડ બતાવ્યું. વળી અગાઉ પણ એક વખત યલો કાર્ડ મળ્યો હોવાથી તેને રેડ કાર્ડ પણ બતાવવામાં આવ્યું. જોકે મૅચનો સમય પૂરો થયો હોવાથી રેફરીએ ઉત્સાહમાં આવેલા આ ખેલાડીને અભિનંદન પણ આપ્યાં હતાં. 

sports news football