કૅમરૂનની બોલરે ચાર બૅટ્સવુમનને માંકડની સ્ટાઇલમાં કરી રનઆઉટ

14 September, 2021 05:26 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

બોટ્સવાનાના ગૅબોરોનમાં રમાયેલી આ મૅચમાં તેની ટીમ માત્ર ૩૫ રનમાં ઑલઆઉટ થતાં તેની મહેનત એળે ગઈ હતી

માંકડની સ્ટાઇલમાં રનઆઉટ

મહિલાઓની ટી૨૦ વર્લ્ડ કપ આફ્રિકન રીજનની ક્વૉલિફાયર મૅચમાં કૅમરૂનની ફાસ્ટ બોલર માયેવા ડોઉમાએ ભારતીય બોલર વિનુ માંકડની સ્ટાઇલમાં એક જ ઇનિંગ્સમાં યુગાન્ડાની ચાર બૅટ્સવુમનને રનઆઉટ કરી હતી. બોટ્સવાનાના ગૅબોરોનમાં રમાયેલી આ મૅચમાં તેની ટીમ માત્ર ૩૫ રનમાં ઑલઆઉટ થતાં તેની મહેનત એળે ગઈ હતી અને ટીમ ૧૫૫ રનથી હારી ગઈ હતી. નૉન-સ્ટ્રાઇકર એન્ડ પરથી આગળ ધસી જતા બૅટ્સમૅનને બોલર રનઆઉટ કરે એ પદ્ધતિને માંકડેડ એવું નામ આપવામાં આવ્યું છે, કારણ કે સૌથી પહેલાં આ રીતે રનઆઉટ જામનગરના ઑલરાઉન્ડર વિનુ માંકડે કર્યા હતા.

યુગાન્ડાએ પહેલાં બૅટિંગ કરતાં ૧૫.૩ ઓવરમાં એક વિકેટ ગુમાવીને ૧૫૩ રન કર્યા ત્યારે માયેવા નૉન સ્ટ્રાઇકર એન્ડ પર રહેલી બૅટ્સવુમન કેવિન અવિનોને આઉટ કરી હતી અને એ જ ઓવરમાં તેણે અન્ય એક બૅટ્સવુમનને રનઆઉટ કરી હતી. ૧૬ વર્ષની બોલર માયેવાએ ૨૦મી ઓવરમાં પણ આ જ રીતે બે બૅટ્સવુમનને રનઆઉટ કરી હતી. યુગાન્ડાએ ૨૦ ઓવનરમાં ૬ વિકેટે કરેલા ૧૯૦ રનના જવાબમાં કૅમરૂનની ટીમ ૧૪.૩ ઓવહરમાં ૩૫ રનમાં જ ઑલઆઉટ થઈ ગઈ હતી.

sports sports news cricket news