Chess: વિદિત, હરીકૃષ્ણા અને પ્રાગ્નાનંદાએ જીત નોંધાવી

20 July, 2021 12:57 PM IST  |  Sochi (Russia) | Agency

પંદર વર્ષીય પ્રાગ્નાનંદાએ પોલેન્ડના 57 વર્ષીય પિટ માઇકલ ક્રાસ્કોને 45 ચાલમાં હરાવીને 1-0થી લીડ મેળવી લીધી છે

પ્રતીકાત્મક તસવીર

ભારતીય ગ્રાન્ડમાસ્ટર વિદિત સંતોષ ગુજરાતી, પી હરિકૃષ્ણ અને ટીન પ્રોડીજી આર પ્રાગ્નાનંદાએ રવિવારે એફઆઈડીઇ ચેસ વર્લ્ડ કપ મેન્સ ઇવેન્ટના ત્રીજા રાઉન્ડમાં બે મેચની મિની મેચની શરૂઆતની મેચમાં વિજય નોંધાવ્યો હતો. 
વિશ્વમાં 22મા સ્થાને ક્રમાંકિત સંતોષ ગુજરાતીએ દેશના બી એડિબનને હરાવ્યો જ્યારે 21 મા ક્રમાંક હરિકૃષ્ણે રોમાનિયાના કોન્સ્ટેન્ટિન લ્યુપ્યુલેસ્કુને 43 ચાલમાં હરાવ્યો. પંદર વર્ષીય પ્રાગ્નાનંદાએ પોલેન્ડના 57 વર્ષીય પિટ માઇકલ ક્રાસ્કોને 45 ચાલમાં હરાવીને 1-0થી લીડ મેળવી લીધી છે. જો કે યુવા ભારતીય ગ્રાન્ડમાસ્ટર નિહાલ સરીન, રશિયાના દિમિત્રી આંદ્રેકિન સામે હાર્યો હતો. મહિલા વિભાગમાં જીતની રેસમાં ભારતની એકમાત્ર ડી હરિકાને પણ શરૂઆતની મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

 

chess world chess championship sports news