09 June, 2025 09:59 AM IST | Paris | Gujarati Mid-day Correspondent
ટેનિસ કોર્ટના બૉલ બૉય-ગર્લના ગ્રુપ સાથે વિજેતા કોકો ગોફે પડાવ્યો ફોટો.
શનિવારે રાતે પૅરિસમાં ફ્રેન્ચ ઓપનની વિમેન્સ સિંગલ્સમાં બેલારુસની ૨૭ વર્ષની અરીના સબાલેન્કાને હરાવીને અમેરિકાની ૨૧ વર્ષની કોકો ગૉફ પહેલી વાર ક્વીન ઑફ ક્લે બની હતી. ક્લે એટલે કે લાલ માટીની આ કોર્ટ પર જીતવા બદલ વર્લ્ડ નંબર-ટૂ મહિલા ટેનિસપ્લેયર કોકો પચીસ કરોડ રૂપિયાની રકમ જીતી હતી, જ્યારે ફાઇનલમાં પહેલો સેટ જીત્યા બાદ સતત બે સેટ હારનાર નંબર-વન પ્લેયર સબાલેન્કાને ૧૩ કરોડ રૂપિયા મળશે.
ટુર્નામેન્ટ પહેલાં એક કાગળ પર તેણે લખ્યું હતું કે હું ફ્રેન્ચ ઓપન 2025 જીતીશ.
૨૦૨૧માં મોબાઇલની ડિજિટલ નોટમાં લખી હતી ફ્રેન્ચ ઓપન જીતવાની ઇચ્છા.
૨૧ વર્ષની કોકો ગૉફે ફાઇનલ મૅચ જીત્યા બાદ પોતાની ઇચ્છાશક્તિની જીતના પ્રતીકરૂપે બે સ્પેશ્યલ નોટ શૅર કરી હતી. એક ફોટોમાં તેના મોબાઇલની ડિજિટલ નોટનો સ્ક્રીનશૉટ હતો જે તેણે વર્ષ ૨૦૨૧માં લખી હતી. એમાં તેણે પોતાને આવેલા ફ્રેન્ચ ઓપન જીતવાના સ્વપ્નનો ઉલ્લેખ કર્યો હતો, જ્યારે બીજી નોટ તેણે ટુર્નામેન્ટ પહેલાં લખી હતી જેમાં તેણે ઑલમોસ્ટ આઠ વાર લખ્યું હતું કે હું ફ્રેન્ચ ઓપન 2025 જીતીશ.