ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો વિક્રમી ૧૮૧મી મૅચમાં ૧૧૨મો ગોલ

11 October, 2021 05:14 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વ્યક્તિગત રીતે સૌથી વધુ ગોલ કરનાર ફુટબોલરોમાં રોનાલ્ડોના ૧૧૨ ગોલ હાઇએસ્ટ છે

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો

પોર્ટુગલના સુપરસ્ટાર ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ શનિવારે પોતાના દેશ વતી ૧૮૧મી મૅચ રમીને યુરોપના દેશોમાં સૌથી વધુ ઇન્ટરનૅશનલ ફુટબૉલ મૅચ રમવાનો નવો વિક્રમ નોંધાવ્યો હતો. તેણે સ્પેનના સર્ગિયો રામોસનો ૧૮૦ મૅચનો રેકૉર્ડ ઝાંખો પાડી દીધો હતો. રોનાલ્ડો અને રામોસ રિયલ મૅડ્રિડ વતી સાથે રમી ચૂક્યા છે.

ક્લબ ફુટબૉલમાં મૅન્ચેસ્ટર યુનાઇટેડ (એમયુ) વતી રમતા રોનાલ્ડોએ આ સિદ્ધિ આવતા વર્ષે ફિફા વર્લ્ડ કપનું આયોજન કરનાર કતાર સામેની ફ્રેન્ડ્લી ઇન્ટરનૅશનલ મૅચ રમીને કર્યો હતો. આ મૅચમાં રોનાલ્ડોએ ગોલની શરૂઆત કરી હતી જે તેનો ૧૧૨મો ઇન્ટરનૅશનલ ગોલ હતો. વ્યક્તિગત રીતે સૌથી વધુ ગોલ કરનાર ફુટબોલરોમાં રોનાલ્ડોના ૧૧૨ ગોલ હાઇએસ્ટ છે. પોર્ટુગલે આ મૅચમાં કતારને ૩-૦થી હરાવ્યું હતું.

sports sports news cristiano ronaldo