30 December, 2025 12:47 PM IST | Dubai | Gujarati Mid-day Correspondent
ક્રિસ્ટીઆનો રોનાલ્ડો
પોર્ટુગલનો ફુટબૉલ સ્ટાર ક્રિસ્ટીઆનો રોનાલ્ડો સોળમા ગ્લોબ સૉકર અવૉર્ડ્સમાં મિડલ ઈસ્ટનો શ્રેષ્ઠ ખેલાડીનો અવૉર્ડ જીત્યો હતો. આ તેનો સતત ત્રીજો અવૉર્ડ હતો. તેણે અવૉર્ડ લીધા બાદ ૧૦૦૦ ગોલ કરવાનો પોતાનો દૃઢ ઇરાદો વ્યક્ત કર્યો છે.
૪૦ વર્ષના રોલાન્ડોએ કહ્યું કે ‘હું હજુ પણ આગળ વધવા માટે ખૂબ જ પ્રેરિત છું. હું ગમે ત્યાં રમું, મિડલ ઈસ્ટમાં કે યુરોપમાં, મને હંમેશાં ફુટબૉલ રમવાનું, ટ્રોફી જીતવાનું, ગોલ કરવાનું ગમે છે અને હું એ કરવાનું ચાલુ રાખવા માગું છું. જો કોઈ ઇન્જરી ન થાય તો હું ચોક્કસપણે ૧૦૦૦ના આંકડા સુધી પહોંચીશ. ‘
વર્ષ ૨૦૦૨થી ક્લબ અને ઇન્ટરનૅશનલ ફુટબૉલ મળીને ક્રિસ્ટીઆનો રોનાલ્ડોએ ૧૩૦૦ જેટલી મૅચમાં ૯૫૬ ગોલ કર્યો છે. આર્જેન્ટિનાનો ફુટબૉલ સ્ટાર લીઅનલ મેસી આ લિસ્ટમાં બીજા ક્રમે છે. તેણે ૧૧૩૭ જેટલી મૅચમાં ૮૯૬ ગોલ કર્યા છે. વર્ષ ૨૦૦૪થી આ રમત રમતો મેસી હાલમાં ૩૮ વર્ષનો છે.