દિલ્હીનો પાયસ જૈન ટેબલ ટેનિસમાં વર્લ્ડ નંબર-વન

20 October, 2021 06:02 PM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

પાયસ આ સીઝનમાં વિદેશમાં અન્ડર-17 વર્ગમાં ત્રણ ચૅમ્પિયનશિપ જીત્યો છે અને અન્ડર-19 વર્ગમાં બે બ્રૉન્ઝ મેડલ મેળવી ચૂક્યો છે.

દિલ્હીનો પાયસ જૈન ટેબલ ટેનિસમાં વર્લ્ડ નંબર-વન

દિલ્હીનો પાયસ જૈન ટેબલ ટેનિસ (ટીટી)માં અન્ડર-17 વર્ગમાં વર્લ્ડ નંબર-વન બની ગયો છે. ટીટીમાં પોતાની કૅટેગરીમાં વિશ્વમાં સર્વોચ્ચ રૅન્ક મેળવનાર પાયસ બીજો ભારતીય છે. જાન્યુઆરી ૨૦૨૦માં અન્ડર-21 કૅટેગરીમાં માનવ ઠક્કરે વર્લ્ડ નંબર વન રૅન્ક મેળવ્યો હતો. પાયસ આ સીઝનમાં વિદેશમાં અન્ડર-17 વર્ગમાં ત્રણ ચૅમ્પિયનશિપ જીત્યો છે અને અન્ડર-19 વર્ગમાં બે બ્રૉન્ઝ મેડલ મેળવી ચૂક્યો છે.

sports news sports