20 April, 2026 03:46 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
નવલ સિંહ
પૅરાલિમ્પિક કમિટી ઑફ ઇન્ડિયાએ કોચ નવલ સિંહની સેવાઓ તાત્કાલિક અસરથી પૂરી કરી દીધી છે. પૅરાલિમ્પિક ગોલ્ડ વિજેતા સુમિત ઍન્ટિલે સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયાને સુપરત કરેલી ફરિયાદમાં દ્રોણાચાર્ય પુરસ્કાર વિજેતા પર માનસિક ઉત્પીડન અને મૌખિક દુર્વ્યવહારનો આરોપ લગાવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ૨૦૧૫માં દ્રોણાચાર્ય અવૉર્ડથી સન્માનિત નવલ સિંહ હાલમાં સચિન યાદવનું માર્ગદર્શન કરી રહ્યો હતો. સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ સ્પષ્ટતા કરી છે કે તે અમારો કોચ નથી. તેને નૅશનલ કોચિંગ કૅમ્પના ભાગરૂપે બીજા સિનિયર ખેલાડીને તાલીમ આપવા માટે નિયુક્ત કરવામાં આવ્યો હતો. ઑલિમ્પિક્સ વિજેતા જૅવલિન થ્રોઅર નીરજ ચોપડાએ પણ આ કોચ વિરુદ્ધ આવી જ ફરિયાદ નોંધાવી હતી.