30 June, 2026 09:51 AM IST | Los Angeles | Gujarati Mid-day Correspondent
સાઉથ આફ્રિકા સામે ૧-૦થી મેળવેલી જીતની ઉજવણી કરતા કૅનેડાના પ્લેયર્સ
લૉસ ઍન્જલસમાં ગઈ કાલે ફુટબૉલ વર્લ્ડ કપ 2026ના રાઉન્ડ ઑફ 32ની શરૂઆત થઈ હતી. પહેલી વખત આ રાઉન્ડમાં રમનાર બન્ને ટીમે એકબીજાને શાનદાર ટક્કર આપી હતી. સહ-યજમાન કૅનેડાએ સ્ટૉપેજ ટાઇમમાં ૯૨મી મિનિટે ગોલ કરીને મૅચ જીતી હતી.
સાઉથ આફ્રિકા અગાઉના તમામ ૧૯૯૮, ૨૦૦૨ અને ૨૦૧૦ના વર્લ્ડ કપમાં ગ્રુપ-સ્ટેજ રાઉન્ડ રમીને જ બહાર થયું હતું. પહેલી વખત તેઓ નૉકઆઉટ રાઉન્ડ રમીને બહાર થયા છે. ૧૯૮૬ અને ૨૦૨૨ના વર્લ્ડ કપમાં ગ્રુપ-સ્ટેજ મૅચ રમીને બહાર થનાર કૅનેડા પહેલી વખત નૉકઆઉટ રાઉન્ડમાં રમી રહ્યું હતું. ૪ જુલાઈએ રાઉન્ડ ઑફ 16માં કૅનેડાની ટક્કર નેધરલૅન્ડ્સ અને મોરોક્કોની મૅચના વિજેતા સાથે થશે.
|
રાઉન્ડ ઑફ 32ની મૅચોનું શેડ્યુલ |
||
|
તારીખ |
ટીમો |
સમય |
|
૩૦ જૂન |
જર્મની vs પૅરાગ્વે |
મધરાતે બે |
|
૩૦ જૂન |
નેધરલૅન્ડ્સ vs મોરોક્કો |
સવારે ૬.૩૦ |
|
૩૦ જૂન |
આઇવરી કોસ્ટ vs નૉર્વે |
રાતે ૧૦.૩૦ |
|
૧ જુલાઈ |
ફ્રાન્સ vs સ્વીડન |
મધરાતે ૨.૩૦ |
|
૧ જુલાઈ |
મેક્સિકો vs એક્વડૉર |
સવારે ૬.૩૦ |
|
૧ જુલાઈ |
ઇંગ્લૅન્ડ vs કૉન્ગો |
રાતે ૯.૩૦ |
|
૨ જુલાઈ |
બેલ્જિયમ vs સેનેગલ |
મધરાતે ૧.૩૦ |
|
૨ જુલાઈ |
અમેરિકા vs બોસ્નિયા-હર્ઝેગોવિના |
સવારે ૫.૩૦ |
|
૩ જુલાઈ |
સ્પેન vs ઑસ્ટ્રિયા |
મધરાતે ૧૨.૩૦ |
|
૩ જુલાઈ |
ક્રોએશિયા vs પોર્ટુગલ |
સવારે ૪.૩૦ |
|
૩ જુલાઈ |
સ્વિટ્ઝરલૅન્ડ vs અલ્જિરિયા |
સવારે ૮.૩૦ |
|
૩ જુલાઈ |
ઑસ્ટ્રેલિયા vs ઇજિપ્ત |
બપોરે ૧૧.૩૦ |
|
૪ જુલાઈ |
આર્જેન્ટિના vs કેપ વર્ડી |
મધરાતે ૩.૩૦ |
|
૪ જુલાઈ |
કોલોમ્બિયા vs ઘાના |
સવારે ૭ |
|
નૉકઆઉટનો સંપૂર્ણ કાર્યક્રમ |
|
|
નૉકઆઉટ સ્ટેજ |
તારીખ |
|
રાઉન્ડ ઑફ 32 |
૨૯ જૂનથી ૪ જુલાઈ |
|
રાઉન્ડ ઑફ 16 |
૪થી ૮ જુલાઈ |
|
ક્વૉર્ટર ફાઇનલ |
૧૦થી ૧૨ જુલાઈ |
|
સેમી-ફાઇનલ |
૧૫ અને ૧૬ જુલાઈ |
|
ત્રીજા સ્થાનની મૅચ |
૧૯ જુલાઈ |
|
ફાઇનલ |
૨૦ જુલાઈ |