ફુટબૉલ વર્લ્ડ કપના ઇતિહાસમાં બ્રાઝિલને પછાડીને જર્મનીએ સૌથી વધુ ગોલ ફટકાર્યા

16 June, 2026 11:39 AM IST  |  Houston | Gujarati Mid-day Correspondent

પોતાની ઓપનિંગ મૅચમાં કુરાકાઓ ટીમ સામે ૭-૧થી જીત નોંધાવી જર્મનીએ

ટીમ તસવીર

ગઈ કાલે ગ્રુપ-Eની મૅચ દરમ્યાન જર્મનીએ કુરાકાઓ દેશ સામે ૭-૧થી જીત નોંધાવીને પોતાના ફુટબૉલ વર્લ્ડ કપ અભિયાનનો વિજયી પ્રારંભ કર્યો હતો. ૭ ગોલની મદદથી જર્મની ફુટબૉલ વર્લ્ડ કપના ઇતિહાસમાં બ્રાઝિલને પછાડીને સૌથી વધુ ગોલ કરનારી ટીમ બની છે.

જર્મની ૧૧૩ મૅચમાં ૨૩૯ ગોલ સાથે પ્રથમ ક્રમે પહોંચ્યું છે. આ લિસ્ટમાં બીજા ક્રમે બ્રાઝિલ ૧૧૫ મૅચમાં ૨૩૮ ગોલ, ત્રીજા ક્રમે આર્જેન્ટિના ૮૮ મૅચમાં ૧૫૨ ગોલ, ચોથા ક્રમે ફ્રાન્સ ૭૩ મૅચમાં ૧૩૬ ગોલ અને પાંચમા ક્રમે ઇટલી ૮૩ મૅચમાં ૧૨૮ ગોલ સાથે બિરાજમાન છે. 

ચોથા દિવસની અન્ય મૅચોનાં રિઝલ્ટ શું આવ્યાં?

નેધરલૅન્ડ્સ અને જપાનની મૅચ ૨-૨થી ડ્રૉ રહી હતી. આઇવરી કોસ્ટે ૧-૦થી ઇક્વાડોર સામે જીત નોંધાવી હતી. ટ્યુનિશિયા સામે સ્વીડનની ટીમે ૫-૧ના સ્કોરથી વિજય મેળવ્યો હતો.

મૅચ બાદ જપાની ફૅન્સ સ્ટેડિયમ અને ખેલાડીઓ ડ્રેસિંગ રૂમ સાફ કરીને ગયા

દરેક વર્લ્ડ કપની જેમ આ વખતે પણ જપાની ફુટબૉલર્સ અને ફૅન્સે સ્વચ્છતા વિશેની મિશાલ કાયમ કરી છે. નેધરલૅન્ડ્સ સામેની મૅચ બાદ જપાની ફૅન્સ અમેરિકાના દલાસ સ્ટેડિયમમાંથી કચરો ઉપાડીને સાફફસાઈ કરતા જોવા મળ્યા હતા. જપાની પ્લેયર્સ પોતાનો ડ્રેસિંગ રૂમ સાફ કરીને ગયા એ ઘટનાનો ફોટો પણ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. જપાનીઓ ફરી પોતાના શિસ્તથી આખી દુનિયાનું દિલ જીત્યા હતા. 

fifa world cup germany brazil football sports sports news