દુબઈમાં યુદ્ધનો અનુભવ કરીને ભારત પાછી આવી સાનિયા મિર્ઝા

18 March, 2026 03:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દીકરા સાથે દુબઈમાં રહેતી સાનિયા મિર્ઝા ગયા અઠવાડિયે પોતાના શહેર હૈદરાબાદમાં સુરક્ષિત વાપસી કરવામાં સફળ રહી છે.

સાનિયા મિર્ઝા

ભારતની ભૂતપૂર્વ ટેનિસ-સ્ટાર સાનિયા મિર્ઝાએ મિડલ ઈસ્ટના યુદ્ધનો ચોંકાવનારો અનુભવ શૅર કર્યો છે. દીકરા સાથે દુબઈમાં રહેતી સાનિયા મિર્ઝા ગયા અઠવાડિયે પોતાના શહેર હૈદરાબાદમાં સુરક્ષિત વાપસી કરવામાં સફળ રહી છે. ૩૯ વર્ષની સાનિયા મિર્ઝાએ કહ્યું હતું કે ‘અમે અમારા ઘરની ઉપર ફાઇટર જેટનો અવાજ સાંભળ્યો હતો. અમે જ્યાં રહીએ છીએ એનાથી લગભગ ૪૦૦-૫૦૦ મીટર દૂર કાટમાળ પડ્યો હતો. અમને ત્યારે અસુરક્ષિત લાગ્યું હતું અને હવે રમઝાનના અવસરે ઘરે આવવું સારું લાગ્યું. આવતા અઠવાડિયે ત્યાં મારા દીકરાની સ્કૂલ ફરી શરૂ થવાની છે પરંતુ પરિસ્થિતિ પર નજર રાખવી પડશે.’

sania mirza hyderabad sports news sports tennis news