હૉકી પ્રો-લીગની ભારતીય રાઉન્ડની અંતિમ મૅચો આજથી શરૂ

24 February, 2025 08:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આજ અને કાલની મૅચ બાદ જૂન ૨૦૨૫માં આ લીગના આગામી રાઉન્ડની મૅચો વિદેશમાં રમાશે.

ટુર્નામેન્ટમાં સંઘર્ષ કરી રહી છે ભારતીય વિમેન્સ ટીમ.

FIH પ્રો-લીગમાં ભારતીય હૉકીની મેન્સ અને વિમેન્સ ટીમ ૨૦૨૬ના વર્લ્ડ કપમાં ક્વૉલિફાય કરવા માટે સખત મહેનત કરી રહી છે. આ પ્રો-લીગની ભારતમાં આયોજિત રાઉન્ડની આજથી અંતિમ મૅચો શરૂ થશે. ભુવનેશ્વરમાં ભારતીય મેન્સ ઇંગ્લૅન્ડ સામે અને વિમેન્સ ટીમ નેધરલૅન્ડ્સ સામે બૅક-ટુ-બૅક બે મૅચ રમશે. હોમ ગ્રાઉન્ડનો ફાયદો ઉઠાવીને પૉઇન્ટ્સ-ટેબલમાં લીડ મેળવવાની ભારત માટે અંતિમ તક રહેશે.

ટુર્નામેન્ટમાં મૅચ બાદ પોતાની દીકરી સાથે જોવા મળ્યો હતો મેન્સ ટીમનો કૅપ્ટન હરમનપ્રીત સિંહ.

નવ ટીમોના પૉઇન્ટ્સ-ટેબલમાં ભારતીય મેન્સ ૬માંથી ૪ મૅચ જીતી ૧૨ પૉઇન્ટ સાથે ચોથા ક્રમે છે, જ્યારે ભારતીય વિમેન્સ ૬ મૅચમાંથી બે જીત, ત્રણ હાર અને એક ડ્રૉ મૅચની મદદથી ૭ પૉઇન્ટ સાથે સાતમા ક્રમે છે. આજ અને કાલની મૅચ બાદ જૂન ૨૦૨૫માં આ લીગના આગામી રાઉન્ડની મૅચો વિદેશમાં રમાશે.

hockey Indian Mens Hockey Team indian womens hockey team sports news sports